સુરત ગ્રામ્યના કડોદરા GIDC પોલીસે રાયોટીંગ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના અનુસંધાને જીલ્લામાં પ્રોહિબિશન, જુગાર, નાર્કોટિક્સ તેમજ શરીર અને મિલકત સંબંધિત ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કડોદરા GIDC પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ દિપેન્દ્ર ઉર્ફે દિપક રાજપુત કડોદરા કૃષ્ણાનગર નહેર પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળને કોર્ડન કરી આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા પકડાયેલા દિપેન્દ્ર ઉર્ફે દિપક રાજપુત સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેમાં વલસાડ જીલ્લાના વાપી GIDC પોલીસ સ્ટેશનમાં ગઉઙજ એક્ટ હેઠળ નોંધાયેલ કેસનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને વધુ તપાસ શ કરી છે.
ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરતાં મેનેજર સામે કાર્યવાહી બીજી તરફ, સુરત જીલ્લામાં હોટલ અને ગેસ્ટ હાઉસમાં રોકાતા તમામ મુસાફરોની વિગતો સરકારના પથિક સોફ્ટવેરમાં ફરજીયાતપણે ઓનલાઈન નોંધવાની જીલ્લા મેજીસ્ટ્રેટની સૂચના હોવા છતાં બારડોલી નજીક આવેલા એક ગેસ્ટ હાઉસમાં આ નિયમનો ભંગ થતો હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન મુસાફરોની વિગતો ઓનલાઈન નોંધવામાં ન આવતાં પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી આવા નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.