છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ૨૮ કિ.મી.ના ડામર રસ્તા માટે વન વિભાગે ૨.૨૮ કરોડ પિયા પંચાયત મકાન વિભાગ પાસે વસુલ્યા છે. ૨૦૨૪માં ડિસેમ્બરથી ૮ રસ્તા મંજુર કર્યા હતા. પરંતુ વન વિભાગે જમીન ફાળવણીની રકમની માંગણી કરી હતી. જેનો લાંબા સમયે ઉકેલ આવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ૮ જેટલા રસ્તાઓ ૨૦૨૪માં રાજય સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. જેની ગ્રાન્ટ સરકારે ૨૮ કરોડથી વધુની રકમ છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગને ફાળવી દીધી હતી. પરંતુ વન વિભાગ ૧૫.૧૬ હેકટર જમીન રસ્તો બનાવવા કપાત થતી હોવાથી વન વિભાગ રસ્તો બનાવવાની મંજુરી આપતુ ન હતુ. જયારે વન વિભાગી આ જમીનની કિંમતની આકારણી કરીને છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ એક્ઝિકયુટિવ ઈજનેરની કચેરી પાસે ૨ કરોડ ૨૮ લાખ પિયાની માંગણી કરતા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગે જમીનની રકમની ભરપાઈ કરવા સરકારમાંથી ગ્રાન્ટ ફાળવણી કરાવીને વન વિભાગ છોટાઉદેપુરને રકમ ફાળવી છે. આ પ્રક્રિયા દોઢ વર્ષથી રસ્તાની કામગીરી થતી ન હતી. જમીનની ખેંચતાણના લીધે રસ્તાઓ બનતા ન હતા. પરંતુ હવે તેનો અંત આવ્યો છે. આખરે છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગે વન વિભાગ જે ફાઈલો જમીનની આપી હતી તે ફાઈલો ટેબલ ઉપર અંત આવતાહવે આદિવાસી વિસ્તારના ૧૫ જેટલા ગામોને રસ્તાની સુવિધા મળશે. અને આઝાદીના વર્ષો પછી આ રસ્તો બનશે.