ઝાલોદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ અને ટેલિકોમ વિભાગ દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટેનો કાર્યક્રમ 19 જુલાઈ ગોધરા ખાતે યોજાયો.

ટેલિકોમ ઉપભોક્તાના માર્ગદર્શન તેમજ સાયબર સેલ જાગૃતિ માટેઓ કાર્યક્રમ ગોધરા ખાતે રવિવારે યોજાયો

ઝાલોદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટેનો કાર્યક્રમ તૃપ્તિ હોટલ ગોધરા ખાતે યોજાયો આ કાર્યક્રમમાં 130 થી વધુ ગ્રાહકબંધુઓએ જાગૃતિનો લાભ લીધેલ હતો આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય પછી મહાનુભાવોનું તુલસીનો છોડ આપી સ્વાગત કરવામાં આવેલ 

આ કાર્યક્રમમાં SP કચેરી ગોધરાના સાયબર ક્રાઈમ વિભાગની ટીમ તરફથી ફ્રોડથી બચવા માટેની માહિતી આપેલ અને

આ કાર્યક્રમમાં ગ્રાહકોની જાગૃતિ તેમજ ટેલિકોમને લગતી સેવાઓ અને ડિજિટલ માધ્યમ થકી બ્લેકમેલિંગના દુષણ વિશે વિશેષ જાગૃતિ આપવા માટે જિલ્લા પોલીસ કચેરી ગોધરા તરફથી સાયબર સેલ દ્વારા વિશેષ માર્ગદર્શન અને માહિતી આપવામાં આવેલ

આ જાગૃતિના કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ જીગ્નેશ પંચાલ દ્વારા ટેલિકોમ વિભાગ સંબંધિત માહિતી તેમજ માર્ગદર્શન આપેલ તેમજ ટેલિકોમ વિભાગ ગ્રાહકોની ફરિયાદ નિવારવા હાલ કયા કયા વિષય ઉપર કામ કરે છે અને નેટવર્ક સબંધિત કામગીરી તેમજ ટેલિકોમ સેવાઓમાં ખામી હોય તોહ ક્યાં ફરિયાદ કરવી તે વિશે પ્રવચન આપેલ આ કાર્યક્રમના અંતે આભારવિધિ સંસ્થાના સહાયક પ્રજેશ લુહાર દ્વારા આભારવિધિ કરીને કાર્યક્રમ અંતે તમામ અલ્પાહાર લઈને છૂટા પડેલ