હાલોલ ખાતે 20 જુને યોજાનાર રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ યોજયું,શાંતિ સમીતીની મીટીંગ યોજાઈ.

હાલોલ, હાલોલ અષાઢી બીજ તા.20 જુન નારોજ યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ફ્રુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું. સાથે શાંતિ સમીતીની બેઠક યોજવામાં આવી.

હાલોલ ખાતે 20 જુન અષાઢી બીજ નારોજ મંદિર ફળીયા ખાતેથી ભગવાન જગન્નાથથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવનાર હોય ત્યારે રથયાત્રા પૂર્વ હાલોલ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ યોજાવામાં આવ્યું. રથયાત્રા નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ મથક ખાતે શાંતિ સમીતીની બેઠક યોજાવામાં આવી હતી. બેઠકમાં શાંતિ સમીતીના અગ્રણીઓ હાજર રહ્યા હતા.