શ્રી અલખધામ રામદેવજી મંદિર જેસાવાડા ખાતે અષાઢી બીજ નિમિત્તે ધજા નેજાનો કાર્યક્રમ યોજાયો

જેસાવાડા ગામે આવેલ અલખધામ રામદેવજી મંદિર ખાતે ધજા નેજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ગામ માંથી ચરણસિંહ કટારા, ભરતભાઈ સોની, મુકેશભાઈ સોલંકી, અશોકભાઈ ડામોર, સુનિલ ચાવડા, મહેન્દ્ર ચાવડા, બંકિમ પરમાર, મંદાબેન ચૌહાણ જેવા ભક્તોએ ધજા લાવ્યા હતા. જેમાં ઉપસ્થિત ભક્તજનોએ મંદિરમાં આરતી તેમજ ધજા નેજા ચડાવ્યા હતા. રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મંદિર પરિસરમાં ગામ માંથી તેમજ દાહોદ થી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજન ઉપસ્થિત રહ્યા હતા તમામનો આભાર મંદિરના ટ્રસ્ટી એ માન્યો હતો.