
ભરૂચ જિલ્લામાં રાજકીય અને કાનૂની પરિસ્થિતિ વચ્ચે એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ચાલી રહેલા વિવાદૃોમાં હવે વધુ એક કડી ઉમેરાઈ છે. ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલી બે ફરિયાદૃો બાદૃ હવે ભચની અદૃાલતે પણ તેમને નોટિસ પાઠવી છે, જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
માહિતી મુજબ, જુલાઈ ૨૦૨૪ દરમિયાન ચૈતર વસાવાએ પોલીસ તંત્ર અંગે કરેલા નિવેદનો વિવાદૃાસ્પદ બન્યા હતા. તેમણે જાહેર મંચ પરથી ગુજરાત પોલીસની છબીને નુકસાન પહોંચાડે તેવા આક્ષેપો કર્યા હોવાનું કહેવાય છે. આ નિવેદનને લઈને બદૃનક્ષીનો મુદ્દો ઉઠતા કાનૂની કાર્યવાહી શ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હવે ભરૂચ કોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.
આ કેસમાં ભરૂચ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યા દ્વારા કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરવામાં આવી હતી. દૃલીલોમાં જણાવાયું હતું કે ધારાસભ્ય દ્વારા કરાયેલા નિવેદૃનોના કારણે પોલીસ તંત્રની પ્રતિષ્ઠાને આંચકો પહોંચ્યો છે. સરકારી પક્ષની દૃલીલોને ધ્યાનમાં લઈને અદૃાલતે કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સાથે જ ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશી દ્વારા ચૈતર વસાવાને નોટિસ ફટકારવામાં આવી છે. કોર્ટ દ્વારા તેમને ૨૩ જૂનના રોજ વ્યક્તિગત હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે. આ નોટિસ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ સમગ્ર કાર્યવાહી તત્કાલીન પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મયુર ચાવડા દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે આગળ વધી છે. આ રિપોર્ટમાં ધારાસભ્યના નિવેદનોને ગંભીર ગણાવી યોગ્ય પગલાં લેવા સૂચવવામાં આવ્યું હતું. ત્યારબાદૃ સરકારી વકીલ દ્વારા કોર્ટમાં સત્તાવાર ફરિયાદ દૃાખલ કરવામાં આવી હતી. ચૈતર વસાવાએ આ નિવેદૃન ઇન્ડિયા ગઠબંધનની ઓફિસમાં આપ્યું હતું, જેમાં તેમણે પોલીસ તંત્ર અંગે કેટલીક તીવ્ર ટિપ્પણીઓ કરી હતી. આ નિવેદૃનો સામે પોલીસ વિભાગે સખત વલણ અપનાવતા હવે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે.
આ સમગ્ર ઘટનાક્રમે ભરૂચ તેમજ રાજ્યના રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. હવે ૨૩ જૂનના રોજ કોર્ટમાં ચૈતર વસાવાની હાજરી દરમિયાન શું વલણ અપનાવવામાં આવે છે અને કાનૂની પ્રક્રિયા કઈ દિૃશામાં આગળ વધે છે તે મહત્વપૂર્ણ રહેશે.