ગોધરા શહેર કોર્ટ પાસે અરજદારે પોતાનો ૪૦૭ ટેમ્પો પાર્ક કરેલ હતો. ત્યારે કોઈ અજાણ્યો ઈસમ બેટરી ચોરી કરી ગાડીને નુકશાન કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા શહેર ગુહ્યા મહોલ્લામાં રહેતા જબ્બાર અહમદ દડકાએ તા.૩૦ એપ્રિલના રોજ પોતાનો ટેમ્પો નંબર ૪૦૭ જીલ્લા પંચાયત રોડ કોર્ટ પાસે પાર્ક કરેલ હતો. ત્યારે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ટેમ્પાને નુકશાન કરી બેટરીની ચોરી કરી હતી. આ ટેમ્૫ો પાર્ક કરેલ હોય તે સ્થળે સરકારી કેમેરા મુકેલ હોવા છતાં ચોર ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલ હોય આ બાબતે અરજદારે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે લેખિત અરજી આપી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.