કાલોલના દેલોલ ગામે બંધ મકાનનુ તાળુ તોડી લાખોની મત્તાની ચોરી

કાલોલ તાલુકાના દેલોલ ગામમાં પત્નિનુ વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન હોઈ તાળુ મારી ગયેલા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ‚.બે લાખના માલમત્તાની ચોરી કરી હતી.

દેલોલ ગામના ભટવાડા વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ બાબુભાઈ કનોજીયા તા.૧૨ એપ્રિલે મકાન બંધ કરીનેતેમની પત્નિના ગર્ભાશયનુ ઓપરેશન કરાવવા માટે પરિવાર સાથે વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જે બાદ તેઓ વડોદરા ખાતે તેમના ભાઈના ત્યાં રોકાયા હતા. તે સમયે તા.૨૧નારોજ તેમના ધરની સામે રહેતા પાડોશીએ ફોન કરી તેમના મકાનનુ તાળુ તુટેલુ હોવાનુ અને મકાનનો દરવાજો ખુલ્લો હોવાનુ જણાવતા જીતેન્દ્રભાઈએ દેલોલ પહોંચી જોતા બંધ ધરના આગળના લોખંડનો દરવાજો ખુલ્લો હતો. અને તેની પાછળ બીજો લાકડાનો દરવાજાને મારેલ તાળુ પણ તુટેલુ જોવા મળ્યુ હતુ. જયારે ધરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતા તિજોરીના લોકરમાં રાખેલી રોકડ રકમ અને સાત જેટલા સોનાના દાગીના સહિત ‚.૧,૯૮,૧૭૦ ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનુ જણાતા આ બાબતે તેઓએ કાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.