છોટાઉદેપુર નગરપાલિકાના નામની બોગસ પાવતીઓ બનાવી પાંચ જેટલા વીજ કનેકશનો વોર્ડ નં.-૩માં મેળવ્યા

છોટાઉદેપુર નગરપાલિકાના નામની બોગસ વેરા પાવતી બનાવીને પાંચ જેટલા વીજ કનેકશનો વોર્ડ નં.-૩માં મેળવ્યા હતા. સમગ્ર ધટનામાં નગરપાલિકાએ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરના એક નાગરિકે મધ્ય ગુજરાત વીજ કંપનીને અરજી કરી હતી. જેમાં બોગસ વેરા પાવતીઓ વીજ કનેકશન મેળવવા માટે રજુ થઈ હોવાની રજુઆત કરતા મધ્ય ગુજરાત વીજ કંપનીના ડે.ઈજનેરે પત્ર લખીને નગરપાલિકાને જાણ કરી હતી.

છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડનં.-૩માં બોગસ વેરા ૫ાવતી મકાન માલિકોએ બનાવીને મધ્ય ગુજરાત વીજ કંપની પાસે વીજ કનેકશન મેળવ્યા હતા. જેની અરજી છોટાઉદેપુરના એક જાગૃત નાગરિકે નગરપાલિકાના ચીફ ઓફિસરને તેમજ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડે.ઈજનેરને લેખિતમાં રજુઆત કરતા મધ્ય ગુજરાત વીજ કંપનીએ સમગ્ર મામલામાં છોટાઉદેપુર નગરપાલિકાને તપાસ હાથ ધરવા માટે પત્ર લખતા છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં વોર્ડ નં.-૩માં પાંચ જેટલી બોગસ પાવતીઓ નગરપાલિકાના નામની બનાવી છે.તે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. જેની તપાસ હજુ ચાલી રહી છે. આગામી દિવસોમાં પુરતા પુરાવા ભેગા કરીને કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અહિંયા ચીફ ઓફિસરની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. પાંચ ધરવેરાની પાવતીઓ બોગસ બનાવી નાંખવામાં આવી છે. તે તપાસમાં પકડાઈ ગયુ છે. ત્યારે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. સરકારી નાણાંન્ી ધરવેરાની પાવતી બોગસ બનાવનાર તત્વોનો ૫ર્દાફાશ થાય તે જ‚રી બન્યુ છે.હાલ તો તપાસના નામે નગરપાલિકા નાટક કરી રહ્યુ છે.