
સરકારી ઈજનેરી કોલેજ, ગોધરાના મિકેનિકલ વિભાગના કુલ ૮ વિદ્યાર્થીઓના ૨ પ્રોજેક્ટ પુણે ખાતે આવેલ PCCOE સંસ્થા ખાતે યોજાયેલISHRAE વેસ્ટ ઝોન ઇન્ટર કોલેજ પ્રોજેક્ટ સ્પર્ધા INNOVATE Xફાઇનલિસ્ટ તરીકે પસંદગી પામ્યા હતા. જેમાં પ્રો. હાર્દિક શુક્લ અને પ્રો. પ્રકાશ વસાવાના માર્ગદર્શન હેઠળ “સોલર એડેપ્ટિવ રિઝિલિયન્ટ એન્ડ વેન્ટિલેશન સિસ્ટમ પર મિકેનિકલના વિદ્યાર્થીઓ માટે શાહ મોક્ષિલ, રાઠોડ આર્યન, યાદવ રાહુલ, કાછીયા શ્યામ અને “હાઈબ્રિડ સોલર બેઝ્ડ જીઓથર્મલ કોલ્ડ સ્ટોરેજ ફોર ફાર્મર” પર વિદ્યાર્થીઓ પરમાર રવીન્દ્ર,ભોઈ અમિત, રાણા યશ, વોરા ફૈઝાન એ ડેમોસ્ટ્રેટિવ મોડલ દ્વારા નિદર્શન કરેલ હતું. આ સ્પર્ધામાં તેઓની ટીમ ઉપરાંત મુંબઈ, પુણે, થાણે,અમદાવાદ, નાસિક, નાગપુર વિગેરે સ્થળોની કુલ ૨૪ ટીમો ફાઇનલ રાઉન્ડમાં હતી. પ્રો. હાર્દિક શુક્લ એ જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓને ISHRAE અમદાવાદ ચેપ્ટરના પ્રેસિડેન્ટ સ્નેહભાઈ શાહ, ધ્વનિલ પંડિત, અમિતભાઇ સંઘવી, સમકિતભાઈ શાહ, રાજેન્દ્રભાઈ મેવાડા અને ટીમ દ્વારા વિગેરે દ્વારા સહકાર મળ્યો હતો. ઉપરાંત સંસ્થાના આચાર્ય પ્રો. જે. એચ.પંડિત, મિકેનિકલ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રો. આર.આઈ.પટેલે પણ જરી માર્ગદર્શન અને સહકાર આપેલ.