મુંબઇ,
મુંબઇ પોલીસે એક ૬૫ વર્ષના વ્યક્તિની ધરપકડ કરી છે જેણે ૧૬ વર્ષની યુવતી સાથે દુષ્કર્મ કર્યું છે.પોલીસે કહ્યું કે મામલાનો ખુલાસો ત્યારે થયો જયારે યુવતી ગર્ભવતી થઇ ગઇ. શિવાજી નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી અર્જૂન રજાને કહ્યું કે અમે આરોપીની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે.પોલીસે કહ્યું કે આરોપી મહિલાનો બીજો પતિ છે મહિલાએ ત્રણ લગ્ના કર્યા છે તે ત્રીજા પતિની સાથે રહે છે પીડિતા પહેલા પતિથી થયેલ પુત્રી છે.
પોલીસે કહ્યું કે બીજા પતિ એટલે કે આ મામલાનો આરોપી મહિલાને એક પુત્ર છે. અને પીડિતા તેને મળવા આ વર્ષ માર્ચ મહીનામાં આવી હતી જયારે આરોપીએ પીડિતાની સાથે બળાત્કાર કર્યો એટલું જ મહી તેણે ત્યારબાદ પીડિતાની માતાને ફોન કરી તેને અહીં રહેવા દેવાની સલાહ આપી એમ કહીને કે તે તેને સ્કુલમાં ભણાવશે પરંતુ એક દિવસે જયારે પીડિત યુવતીના પેટમાં દર્દ થવા લાગ્યું ત્યારે તેણે આ વાતની જાણકારી માતાને આપી માતા તેને ડોકટરની પાસે લઇ ગયા અને તપાસ દરમિયાન ડોકટરોએ કહ્યું કે પીડિતા ગર્ભવતી છે અને ત્યારે પીડિતાએ પોતાની પુરી વાત માતાને બતાવી અને ત્યારબાદ માતાએ શિવાજી નગર પોલીસે ફરિયાદ કરી પોલીસે માતાની ફરિયાદના આધારે મામલો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.