નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ NSSએકમની સપ્ત દિવસીય ખાસ શિબિરના ત્રીજા દિવસે ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પ અને રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ NSSએકમની સપ્ત દિવસીય ખાસ શિબિરના ત્રીજા દિવસે ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પ અને રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ નારોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ. એકમની સપ્ત દિવસીય ખાસ શિબિરમાં મુવાલીયા ગામમાં ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન પી.એચ.સી. સેન્ટર રાબડાલ સાથે કરવામાં આવ્યું. જેમાં ૪૦થી વધુ ગ્રામજનોએ લાભ મેળવ્યો તેમજ ઝાયડસ બ્લડ સેન્ટર, દાહોદ અને ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભીલ સેન્ટ્રલ સ્કૂલ, મુવાલીયા ખાતે કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં એન.એસ.એસ.સ્વયંસેવકો, કોલેજ સ્ટાફ તેમજ શાળાના સ્ટાફ સભ્યો દ્ધારા ૨૦ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઝાયડસ બ્લડ સેન્ટર, દાહોદ અને ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલની ટીમ હાજર રહી હતી. તમામ કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. શ્રેયસ પટેલ, નીલ પટેલ અને સ્વયંસેવકો દ્વારા કર્યાકારી આચાર્ય ડો. જી.જે.ખરાદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.