ઝાલોદ કોલેજમાં માતૃભાષા મહોત્સવ યોજાયો

ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત આજ રોજ તા.૧૬/૨/૨૦૨૬ના માતૃભાષા મહોત્સવ ૨૦૨૬ યોજાયો. જેમાં સમારોહના મુખ્ય વક્તા તરીકે જાણીતા લેખક અને વિવેચક પદ્મ ડો.પ્રવીણભાઈ દરજી તેમજ એકત્ર ફાઉન્ડેશન વડોદરાથી શ્રેયાબેન સંઘવી શાહ ઉપસ્થિત રહ્યા હતા. ડો. પ્રવીણભાઈ દરજીએ તેમની ઉમદા શૈલીમાં વિધાર્થીઓને અભિભૂત કરી દીધા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, ભાષા એ અસ્તિત્વ છે, આપણી હયાતી છે. ભાષાનું જ્ઞાન વધે તેમ હદયનું જ્ઞાન વધે છે. આપણી ભાષાને સમૃધ્ધ બનાવો, વૈશ્ર્વિક સ્તરે લઇ જાવ.જયારે બીજા વક્તા શ્રેયા સંઘવી શાહે ગુજરાતી ભાષા આજના સમયમાં વીજાણું(ઉશલશફિંહ)માધ્યમથી વાચક અને વિદ્યાર્થી સુધી પહોંચાડતી એવી એક સુવિધા એકત્ર ફાઉન્ડેશનની એપ અને વેબસાઈટથી અવગત કરાવ્યા. જે તદ્દન નિ:શુલ્ક છે. જેમાં ગુજરાતી ભાષાના સાહિત્યના પુસ્તકો અને ઓડિયો‚પે થયેલ પુસ્તકો વિશે જણાવી પોતના ભાષા પ્રત્યેના પ્રેમની વાત કરી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય , ડો.એ.આર. મોદીનું સતત માર્ગદર્શન રહ્યું. સંયોજક તરીકે ડો.અનિતાબેન પાદરીયાએ કાર્યક્રમની ભૂમિકા બાંધી આપી. તથા કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રા.ભૂમિકાબેન ડામોરે કર્યું હતું. આ અવસરે વિશેષ અતિથિ તરીકે ઝાલોદ વિધા સમાજ ટ્રસ્ટના મંત્રી ડો.પી.એમ. પટેલે ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂ‚ં પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં ડો. બી.એમ.ગોહિલ, ડો. વાય.પી.ઝાલા, ડો. આર.કે. મેર તથા ભારતીબેન મોદીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.