દે.બારીયા દુધિયા જ્ઞાનદિપ હાઈસ્કુલ ખાતે રમોત્સવ ઉજવાયો

જ્ઞાનદીપ હાઇસ્કુલ, દુધિયા દેવગઢ બારીયા ખાતે ભવ્ય ‘રમતોત્સવ’ ઉજવવામાં આવ્યો. વિદ્યાર્થીઓમાં રહેલી ખેલદિલીની ભાવના અને શારીરિક કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ૧૬/૦૨/૨૦૨૬ જ્ઞાનદીપ હાઇસ્કુલ, દુધિયા ખાતે એક ભવ્ય રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વિવિધ રમતોનું આયોજન રમત ઉત્સવ દરમિયાન પરંપરાગત અને આધુનિક એમ બંને પ્રકારની રમતોનું સુંદર મિશ્રણ જોવા મળ્યું હતું. જેમાં મુખ્યત્વે નીચે મુજબની સ્પર્ધાઓ યોજાઈ હતી. કબડ્ડી અને ખો-ખો: આ પરંપરાગત રમતોમાં વિદ્યાર્થીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. રસાખેંચ: ટીમ વર્ક અને શક્તિના પ્રદર્શન માટે રસાખેંચની સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર રહી હતી. રગ્બી: આ વખતે વિશેષ આકર્ષણ તરીકે રગ્બી જેવી આંતરરાષ્ટ્રીય રમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ નવા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો દ્વારા લાઈવ ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં કોમેન્ટ્રી પણ કરવામાં આવી હતી.

ભોજન અને અન્ય વ્યવસ્થા ગામના વડીલ આરતસિંહ બારીયા દ્વારા દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુવિધાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. રમતવીરો માટે પૌષ્ટિક અને શુદ્ધ ભોજનની વ્યવસ્થા પણ શાળા પરિસરમાં જ કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ ઉર્જાવાન રહી શકે.

શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા વિજેતા ટીમોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “શિક્ષણની સાથે રમતગમત પણ જીવનમાં શિસ્ત અને એકતા શીખવે છે. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે અને હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થયો હતો.