જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારીયા તાલુકાની કાર્યકર બહેનોની જોબ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતાIntegrated Child Development Servicesજયદિશભયત (ICDS) યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમનો મુખ્ય હેતુ કાર્યકરોની કાર્યક્ષમતા વધારવો, બાળ વિકાસ સેવાઓની ગુણવત્તા સુધારવી અને ગર્ભવતી તથા ધાત્રી માતાઓ તેમજ ૦ થી ૬ વર્ષના બાળકોને સુધી તમામ લાભ પહોંચાડવાનો છે.
બોકસ: તાલીમ દરમિયાન નીચેના મુદ્દાઓ પર અપાયું માર્ગદર્શન ..
બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત જાગૃતિ
-પ્રી-સ્કૂલ શિક્ષણની અસરકારક પદ્ધતિઓ
વૃદ્ધિ માપન અને રેકોર્ડ જાળવણી
માતા-બાળ આરોગ્ય અને રસીકરણ અંગેની માહિતી
સમુદાય સાથે સંવાદ અને સંકલન કૌશલ્ય વર્ધન,
કાર્યક્રમમાં વિષય નિષ્ણાતો અને વિભાગના અધિકારીઓ દ્વારા પ્રાયોગિક અને માર્ગદર્શક સત્રો યોજાયેલ છે. તાલીમ પૂર્ણ કરનાર કાર્યકરોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
ઈંભમત વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારની તાલીમથી આંગણવાડી કેન્દ્રોની સેવાઓમાં ગુણાત્મક સુધારો થશે અને ગામડાં તથા શહેરી વિસ્તારોમાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે.