જીલ્લા કલેકટર કચેરી દાહોદ ખાતે બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેબિનેટ શિક્ષણ મંત્રી અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડિઓ કોન્ફરન્સ યોજાઈ

જીલ્લા કલેકટર કચેરી દાહોદ ખાતે બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેબિનેટ શિક્ષણ મંત્રી અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડિઓ કોન્ફરન્સ યોજાઈ

દાહોદ જીલ્લામાં ધોરણ ૧૦ માં કુલ ૩૭ કેન્દ્રો ઉપર ૩૫,૨૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધોરણ ૧૨ માં સામાન્ય પ્રવાહમાં કુલ ૨૩ કેન્દ્રોના ઉપર ૨૪,૯૪૭ વિદ્યાર્થીઓ અને ધો.૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૩ કેન્દ્રો ઉપર ૨૦૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સમગ્ર રાજ્ય સહિત જીલ્લામાં આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગ‚પે કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની વર્ચુઅલ ઉપસ્થિતિમાં સ્થાનિક સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવા અર્થે વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. જે અંતર્ગત જીલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.

આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીની ‚પરેખા,પરીક્ષાના કાયદા અને વ્યવસ્થાપન, ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા બાબત, કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, સંવેદનશીલ કેન્દ્રો પર જછઙ જવાનોની ટુકડી રાખવા, તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જીલ્લા કક્ષાએ કંટ્રોલ‚મ, સતત વીજપુરવઠો શ‚ રહે તે માટેનું આયોજન, ‚ટ પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોગ‚મ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને જ‚ર પડયેથી ફર્સ્ટ એઈડરી વ્યવસ્થા કરવા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહન વ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, દાહોદ જીલ્લામાં ધો. ૧૦ માં કુલ ૩૭ કેન્દ્રોના ૧૨૧ બિલ્ડીંગના ૧૧૮૭ બ્લોક ઉપર ૩૫,૨૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ધો. ૧૨ માં સામાન્ય પ્રવાહમાં કુલ ૨૩ કેન્દ્રોના ૮૧ બોલ્ડિંગના ૮૩૫ બ્લોક ઉપર ૨૪,૯૪૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૩ કેન્દ્રોના ૦૭ બિલ્ડીંગના ૧૦૪ બ્લોક ઉપર ૨૦૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ વિડીયો કોન્ફરન્સ દરમ્યાન જીલ્લા શિક્ષણાધિકારી એચ.એલ.દામા, જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, નાયબ પોલીસ અધિક્ષક દાદોદ, સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.