દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ખાતે આજે તા. ૫મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વિજ્ઞાન ક્ષેત્રે થઈ રહેલા અવનવા સંશોધનોને ઉજાગર કરતા વિષય “”Emerging Trends in Bio-Chemico Science (NSBCS-2026)”પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય સેમિનાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત KCG (Knowledge Consortium of Gujarat) અનેPM-USHA (Pradhan Mantri Uchchatar Shiksha Abhiyan) ના આર્થિક સહયોગથી યોજવામાં આવ્યો હતો. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના આધુનિક પ્રવાહો વિશે વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોને માહિતગાર કરવાનો અને તેમને સંશોધન પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો હતો.
કાર્યક્રમની શઆત સવારે ૯:૩૦ કલાકે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. પ્રથમ ટેકનિકલ સત્રમાં ગાંધીનગર સ્થિત IITEના ડો. મેહુલ પી. દવે એ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. તેમણે બાયો-કેમિકલ સાયન્સમાં આવી રહેલા બદલાવો અને ભવિષ્યની તકો વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ બીજા સત્રમાં સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભ વિદ્યાનગર)ના ડો. એસ.એસ. સોની એ વિદ્યાર્થીઓને રસાયણશાસ્ત્રના ઉભરતા પ્રવાહો વિશે રોચક શૈલીમાં માર્ગદર્શન પૂં પાડ્યું હતું.
બપોરના સત્રમાં કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય પ્રતિભાગીઓ માટે “પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમ સાથે વિવિધ વિષયો પર પોસ્ટરો રજૂ કર્યા હતા. આ સ્પર્ધા વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધન વૃત્તિને બહાર લાવવા માટેનું એક ઉત્તમ માધ્યમ બની હતી. કાર્યક્રમના અંતે સાંજે સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડો. જી.જે. ખરાદી, સેમિનારના ક્ધવીનર એસ.આર. પ્રજાપતિ અને કો-ક્ધવીનર ડો. એચ.આર. ડાભીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.