અમરેલીમાં વાતાવરણના ફેરફારની કેસર કેરી પર અસર, લાવિંરગને નુકસાનથી ખેડૂતો ચિતામાં

અમરેલી જિલ્લામાં સતત બદલાતા હવામાનની સીધી અસર હવે આઠ હજાર હેક્ટર પરના આંબા પર કેસર કેરીના લાવિંરગ પર જોવા મળી રહી છે. દિવસ અને રાતના તાપમાનમાં આવેલા ભારે તફાવતની સાથે ઝાકળ અને ધુમ્મસના કારણે આંબાના ઝાડ પર આવેલા લાવિંરગને નુકસાન થઇ રહૃાું છે.

અમરેલી જિલ્લો ખાસ કરીને ધારી, ગીર, ખાંભા, સાવરકુંડલા, રાજુલા અને આસપાસના વિસ્તારો કેસર કેરીના મોટા ઉત્પાદન માટે જાણીતા છે. અહીં મોટા પ્રમાણમાં કેસર કેરી આંબાના બગીચાઓ આવેલાં છે. આ વર્ષે આંબાના ઝાડ પર લાવિંરગ વહેલું થઈ જતાં ખેડૂતોને સારો પાક મળશે તેવી આશા બંધાઈ હતી. જોકે, અચાનક , વધેલી ઠંડક, ઝાકળ અને ધુમ્મસના કારણે લાવિંરગને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેસર કેરીના લાવિંરગમાં ‘ભૂકીછારો નામનો રોગ ફેલાયો છે, જે લાવિંરગને બળી જાય તે રીતે નુકસાન કરે છે અને ફૂલ કાળાં પડી જાય છે. અગાઉ આવેલા કમોસમી વરસાદૃથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દૃરમિયાન આંબાને ગરમીની જ‚રિયાત રહેતી હોય છે. આ અસમાન હવામાનની સીધી અસર હાલ કેરીના લાવિંરગ પર પડી રહી છે, જેને લઈને ખેડૂતોમાં િંચતા વધતી જઈ રહી છે.

અમરેલીમાં બદૃલાતા હવામાનની સીધી અસર જીલ્લાના આઠ હજાર હેકટર પરના આંબા પર કેસર કેરીના લાવિંરગ પર જોવા મળી રહી છે. હાલ મિશ્ર ઋતુના કારણે આંબા પરનો જે ફાલ છે એ કાળો થઈ રહૃાો છે અને ખરી રહૃાો છે જેથી કેસર કેરીમાં ચાલુ સિઝનમાં ઘટ આવવાની શક્યતાઓ આંબાના ખેડૂતો તેવી રહૃાા છે. ધુમ્મસ ઝાકળ વાદૃળછાયા વાતાવરણના કારણે આંબા પર ત્રણથી ચાર પ્રકારના બેક્ટેરિયલ રોગો હાલ ઉત્પન્ન થયા છે જેથી ઉત્પાદૃન ખૂબ ઓછું થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

બાગાયત વિભાગના અધિકારીઓ પણ ખેડૂતોને સાવચેતી રાખવાની સલાહ આપી રહૃાા છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં લાવિંરગ શ‚ થાય છે અને ફેબ્રુઆરીમાં નાની કેરી બેસતી હોય છે, પરંતુ હાલના ભેજવાળા વાતાવરણમાં રોગચાળો વધ્યો છે.