
પોલીસે એક મહિલાની ૬૫.૪૩૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. તે મુંબઈથી સુરત ડ્રગ્સ વેચવા માટે આવી હતી. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ડ્રગ્સ કોના માટે હતા તે નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે અને તેણી કેટલા સમયથી મુંબઈથી સુરત ડ્રગ્સનું પરિવહન કરી રહી હતી તે અંગે પૂછપરછ શરૂ કરી છે.
સ્ટેટ મોનિટિંરગ સેલે સુરતના િંડડોલીમાં રીજન્ટ પ્લાઝા ખાતેના એક લેટ પર દરોડો પાડ્યો હતો અને ૩૨ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં રાજસ્થાનના વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા છે. એમડી ડ્રગ્સ ઉપરાંત, પોલીસે રોકડ, વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ ૪૧ લાખ રૂપિયાની િંકમતી ચીજવસ્તુઓ જપ્ત કરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.
મોનિટિંરગ સેલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. મોનિટિંરગ સેલે એમડી ડ્રગ્સના મુખ્ય સપ્લાયર ઓમ પ્રકાશ રૂપારામ જાટ અને તેના સહયોગીઓ મહેન્દ્ર સોહનલાલ જોશી અને શૈલ સિંહ હાથીિંસહ પુરોહિતની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન, રાજસ્થાનના અમિત કાબા, રાજેશ પાટીદૃાર અને કંવરપાલસિંહના નામ પણ સામે આવ્યા છે, જેઓ હાલમાં ફરાર છે.