
ભરૂચ શહેરના મયમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તક હેઠળ આવતી રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ શહેરમાં મોટો વિવાદ ઊભો થયો છે. સનાતન ધર્મના સંતો દાવો કરે છે કે આ સ્થળ મૂળરૂપે ‘સમળી વિહાર’ જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું.
સ્થાનિક શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સ્વામી મુક્તેશ્ર્વરાનંદજી, સ્વામી રાજરાજેશ્ર્વરીજી મહારાજ અને સ્વામી રાધેવેન્દ્રદાસજી સહિતના સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સંતોએ આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રીય ધરોહર ગણાતું અને સરકારની માલિકી ધરાવતું આ ઐતિહાસિક સ્થળ ગેરકાયદે ઉપયોગ માટે ખુલ્લું રહે છે, અને નિયમોનું પાલન ન થવાથી આંદોલન કરવાની ફરજ પડી.
સંતોની મુખ્ય માંગ છે કે પુરાતત્વ વિભાગ આંદોલનકાર્યકર્મ પર કડક પગલાં લેશે અને ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુન:સ્થાપિત કરશે. તેમણે જાગૃતિ અને ન્યાયની અપેક્ષા દર્શાવી, આંદોલન ચાલુ રાખવાની ચેતવણી પણ આપી છે. હાલમાં આ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, અને સંતો દર્શાવે છે કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ આ ઉપવાસ યાત્રા ચાલુ રાખશે.