જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘોઘંબા ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો

કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-2013 અને મહિલા સુરક્ષા કાયદાઓ અંગે માહિતી અપાઈ.

પંચમહાલ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઘોઘંબા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માલુ ખાતે “કામકાજના સ્થળે સ્ત્રીઓને થતી જાતિય સતામણી- અધિનિયમ, 2013” અને મહિલા સુરક્ષાના કાયદાઓ પર એક મહત્વપૂર્ણ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ માલુ અને ઘોઘંબા તાલુકાની મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો અને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજર રહીને મહિલા સુરક્ષાના મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માહિતી આપી હતી. એડવોકેટ શ્રી ધારાબેને જાતીય સતામણી અધિનિયમ, 2013 અંતર્ગત મહિલાઓના અધિકારો, કાયદાકીય રક્ષણ અને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું હતું. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી કિરણબેન દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પુષ્પેન્દ્રભાઈ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની કાયદાકીય જોગવાઈઓ અને તેની ગંભીરતાઓ વિશે સમજણ પૂરી પાડવામાં આવી હતી.

DHEWના જિલ્લા મિશન કોઓર્ડીનેટર મહેશભાઈ કામરોલાએ વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિતની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, જવય ટીમે મહિલાઓને પોતાની સુરક્ષા અને સલામતી જાળવવા અંગેની વ્યવહારુ ટિપ્સ આપી હતી, જ્યારે ઙઇજઈ કાઉન્સેલર યોગિની બેન અને ઘજઈ ના કેન્દ્ર સંચાલક કલ્પનાબેને તેમના સેન્ટરની કામગીરી અને પીડિત મહિલાઓને મળતી મદદ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને ઈંઊઈ મટીરીયલનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કિરણબેન, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પુષ્પેન્દ્રભાઈ, ફીલ્ડ ઓફિસર રૂપલબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર હિરેનભાઈ પટેલ, ઉઇંઊઠ જિલ્લા મિશન કોઓર્ડીનેટર મહેશભાઈ કામરોલા, PBSCકાઉન્સેલર યોગિનીબેન, OSCકેન્દ્ર સંચાલક કલ્પનાબેન, જવયૂ ટીમ તરફથી ઉષાબેન, એડવોકેટ ધારાબેન, પોલીસ વિભાગના દામાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઇ અને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના કોન્સ્ટેબલ, મેડિકલ ઓફિસર, આશા વર્કર બહેનો અને સ્ટાફ નર્સ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.