ઝાલોદની નારાયણી પબ્લિક શાળામાં માર્શલ આર્ટ્સનો દબદબો: વિદ્યાર્થીઓને કરાટે બેલ્ટ અને સર્ટિફિકેટ એનાયત કરાયા

શિક્ષણની સાથે સાહસિક પ્રવૃત્તિઓ પર ભાર: કલ્પેશ ભાટિયા દ્વારા દીકરીઓને સ્વ-બચાવની વિશેષ તાલીમ અપાઈ.

ઝાલોદ નગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નારાયણી પબ્લિક શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક ક્ષમતા અને આત્મવિશ્ર્વાસ વધારવાના હેતુથી કરાટે પ્રશિક્ષણ અનેસર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓએ આ માર્શલ આર્ટ્સ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે અંતર્ગત આજે સફળ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. રમત-ગમત અને સાહસિક પ્રવૃત્તિઓનો સંગમનારાયણી પબ્લિક શાળા માત્ર પુસ્તકીયા જ્ઞાન જ ’ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ સતત કાર્યરત રહે છે. શાળામાં નિયમિતપણે કરાટેની તાલીમ આપવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલી કરાટેની વિવિધ સ્પર્ધાઓમાં છોકરાઓ તેમજ છોકરીઓએ ભારે ઉત્સાહ સાથે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અને નિર્ધારિત સ્તર પાર કરનાર વિદ્યાર્થીઓને યલો બેલ્ટ અને ઓરેન્જ બેલ્ટ જેવા વિવિધ કેટેગરીના બેલ્ટ તેમજ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.વર્તમાન સમયમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષા એક મહત્વનો વિષય છે, ત્યારે નારાયણી શાળા દ્વારા દીકરીઓને સક્ષમ બનાવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કરાટે કોચ કલ્પેશ ભાટિયા દ્વારા બાળકોને માર્શલ આર્ટ્સની ઝીણવટભરી ટેકનિક શીખવવામાં આવી હતી. ’ ખાસ કરીને છોકરીઓને કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે માટે સ્વ-બચાવની સઘન તાલીમ આપવામાં આવી હતી.