ઝાલોદ મહિલા અધ્યાપન મંદિરમાં બંધારણ દિવસની ભવ્ય ઉજવણી

ઝાલોદ સ્થિત ભીલ સેવા મંડળ સંચાલિત મહિલા અધ્યાપન મંદિર ખાતે ભારતીય બંધારણ દિવસ (ઈજ્ઞક્ષતશિિીંંશિંજ્ઞક્ષ ઉફુ) નિમિત્તે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય લોકશાહીના પાયા સમાન એવા બંધારણના મહત્વ અને તેના મૂલ્યોથી વિદ્યાર્થિનીઓને પરિચિત કરાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે સંસ્થા દ્વારા સૌપ્રથમ ભારતીય બંધારણના ઈતિહાસ, તેના ઘડવૈયાઓ જેમ કે ડો. બાબા સાહેબ આંબેડકર અને મુખ્ય કલમો વિશે વિદ્યાર્થિનીઓ માટે એક જ્ઞાનવર્ધક ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થિનીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લઈને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, બંધારણીય અધિકારો, ફરજો અને સામાજીક ન્યાયના મૂલ્યોને સરળતાથી સમજાવવા માટે એક પ્રેરક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું, કાર્યક્રમનો સૌથી મહત્વનો ભાગ ભારતીય બંધારણના પવિત્ર આમુખનું સામૂહિક વાંચન હતો. જેના દ્વારા સંસ્થાના તમામ સભ્યો અને વિદ્યાર્થિનીઓએ ભારતીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે પોતાની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર આયોજન ઝાલોદ મહિલા અધ્યાપન મંદિરના કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું અને તેમાં શાળાના આચાર્ય ગીતાબેન કોઠારી સહિત તમામ શિક્ષકગણની સક્રિય ઉપસ્થિતિ રહી હતી. આચાય ગીતાબેન કોઠારીએ આ અવસરે વિદ્યાર્થિનીઓને બંધારણના મહત્વ અને તેને શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે અપનાવી શકાય તે વિશે મૂલ્યવાન માર્ગદર્શન પૂરૂં પાડયું હતું. સંસ્થાના પદાધિકારીઓ અને શિક્ષકોએ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ અને સફળ અયોજન કર્યું હતું.