વેજલપુર ગ્રામ પંચાયતમાં ૧૫ નાણાં પંચમાં થયેલા વિકાસના કામોની તપાસ ગોધરા ટી.ડી.ઓ.ને સોંપતા ટી.ડી.ઓ. દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

વેજલપુર ગ્રામ પંચાયતમાં ૧૫ નાણાં પંચ માં થયેલા વિકાસના કામોની તપાસ ગોધરા ટી.ડી.ઓ.ને સોંપવામાં આવતા ગોધરા ટી.ડી.ઓ. દ્વારા કાલોલ એસ.ઓ. ને સાથે રાખી વેજલપુરના વિકાસના કામોનું નિરીક્ષણ કરાયું.

પ્રાપ્ત મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલ અનેક ગ્રામ પંચાયતોમાં ૧૫ નાણાં પંચમાં થયેલા વિકાસના કામો માટે અલગ અલગ ટીમોની રચના કરી તપાસ કરી રિપોર્ટ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જેમાં વેજલપુર ગ્રામ પંચાયતમાં ૧૫ નાણાં પંચમાં થયેલા વિકાસના કામોની તપાસ ગોધરા ટી.ડી.ઓ.ને સોંપવામાં આવી હતી. જેથી ટી.ડી.ઓ. દ્વારા કાલોલ એસ.ઓ. ને સાથે રાખી વેજલપુર ગ્રામ પંચાયત ખાતે આવેલ પોસ્ટ ઓફીસ વિસ્તાર ટાઇલ્સ ફેકટરી વિસ્તાર જોડિયા કુવા વિસ્તારમાં આર.સી.સી. રોડ ગટર લાઈન સહિતના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેથી વેજલપુર ગામમાં તપાસ અર્થે આવેલ ટીમ એ માત્ર તપાસની ફોર્માલિટી કાગળ ઉપર પૂર્ણ કરી હોવાનો ગામમાં ચર્ચાય રહયું. ગોધરા થી આવેલ તપાસ ટીમ તપાસ દરમિયાન આર.સી.સી. રોડ ઉપર પડેલા ખાડા તેમજ ગટર લાઈનમાં ગેરરીતિઓ નળી આંખે દેખાઈ રહી હતી, તેમ છતાં મટીરીયલની ગુણવત્તા પણ તપાસવામાં આવી ન હતી. તેમજ કોઈ એક્શન લેવામાં આવી ન હતી. જેથી ગોધરા થી આવેલ તપાસ ટીમ ઉપર શંકાના સવાલો સેવાય રહયા છે. જેથી ગામના જાગૃત નાગરિકોની માંગ છે કે, જીલ્લા વિકાસ અધિકારી પોતાનું ચેમ્બર છોડી પોતાની ઈમાનદારી દેખાડી વેજલપુર ગામમાં થયેલ વિકાસ ની જાતે તપાસ કરે તેવી માંગ ઉઠી છે.