અરવિંદ કેજરીવાલને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે પીએમ મોદીની ડિગ્રી જાહેર કરવાની અપીલ ફગાવી

પીએમ મોદીની ડિગ્રી જાહેર કરવાની અરવિંદ કેજરીવાલની અપીલ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને કેજરીવાલને ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.કેજરીવાલ દ્વારા સિંગલ જજના આ ચુકાદા સામે રિવ્યૂ અરજી પણ કરવામાં આવી હતી. જેને સિંગલ જજે નકારી નાખી હતી. જેની સામે કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. જેને આજે જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,સીઆઇસી દ્વારા વડાપ્રધાનની ડિગ્રી જાહેર કરવા ગુજરાત યુનિવર્સિટીને હુકમ કરાયો હતો. જેની સામે યુનિવર્સિટી હાઈકોર્ટમાં ગઈ હતી. તેમાં અરવિંદ કેજરીવાલને યુનિવર્સિટીએ પક્ષકાર તરીકે જોડ્યા હતા.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હાઈકોર્ટમાં દલીલ કરતાં કહ્યું કે યુનિવર્સિટી લાખો વિદ્યાર્થીઓને ડિગ્રી આપતી હોય છે.પીએમ એક બંધારણીય હોદ્દો છે. સિંગલ જજે પણ નોંધ્યું હતું કે, યુનિવર્સિટીએ ડિગ્રી પબ્લીક ડોમેઈનમાં મૂકી છે.