૧ ઓક્ટોબરથી ઇએસઆઇસી યોજનાનું વિસ્તૃત અમલીકરણ થશે, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગુજરાતના કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. ૧ ઓક્ટોબરથી ગુજરાતમાં ઇએસઆઇસી યોજનાનું વિસ્તૃત અમલીકરણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે ૨૫ સપ્ટેમબર ૨૦૨૬ના નોટિફિકેશનથી રાજ્યના અગાઉ બિન-અમલવાળા તથા આંશિક રીતે આવરી લેવાયેલા વિસ્તારોને ઈજીંઝ્ર યોજનામાં આવર્યા છે. રાજ્યભરના ૮ થી ૧૦ લાખ નવા શ્રમિકોને સામાજિક સુરક્ષા કવચ આપવા માટે ઈજીંઝ્ર યોજના તમામ ૩૧ જિલ્લામાં લાગુ કરાશે.

સરકારના નિર્ણયથી રાજ્યના બિન અમલવાળા જિલ્લાઓને વિસ્તાર તથા અગાઉ આંશિક રીતે આવરી લેવાયેવા ૧૬ જિલ્લાઓના બાકીના વિસ્તારોને હવે ઇએસઆઇસીના દાયરામાં આવરી લેવાશે.

અમલીકરણ ધરાવતા ૧૬ જિલ્લાઓ અને બિલકુલ અમલવારી ન ધરાવતા ૧૫ જિલ્લાઓને પૂર્ણપણે સાંકળી લેવાશે. શ્રમિકોને ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ મળે તે માટે હાલ કાર્યરત ૧૦૩ ઇએસઆઇસી ડિસ્પેન્સરીઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવશે