
સુઈગામ પંથકના ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડના નિધન બાદ તેમના પરિવારને મળવા કરશનદાસ બાપુ તેમના ઘરે પહોંચ્યા હતા. કરશનદાસ બાપુએ ચંદન રાઠોડના પરિવારજનોને મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે ચંદન રાઠોડની દીકરીના શિક્ષણ માટે દર વર્ષે રૂ.૧૧ હજાર રોકડા આપવાની જાહેરાત કરી હતી.
ચંદન રાઠોડનું થોડા સમય અગાઉ માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. તેમના નિધન બાદ અનેક લોકો અને સામાજિક આગેવાનો પરિવારને મળવા પહોંચ્યા છે. ત્યારે કરશનદાસ બાપુ પણ ચંદન રાઠોડના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. દરમિયાન તેમણે ચંદન રાઠોડની દીકરીના શિક્ષણમાં સહયોગ આપવાની જાહેરાત કરી હતી. બાપુએ દર વર્ષે રૂ.૧૧ હજાર રોકડા આપવાની જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે.
ચંદન રાઠોડના અકસ્માત અંગે વાત કરતાં કરશનદાસ બાપુએ કહ્યું હતું કે, “જો ચંદન રાઠોડે હેલ્મેટ પહેર્યું હોત તો આજે આપણી વચ્ચે હાસ્ય કલાકાર હોત.” તેમના આ નિવેદનમાં હેલ્મેટના ઉપયોગ અંગે લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, “ચંદનભાઈએ સમાજને એક સંદેશ આપ્યો છે કે, નિર્દોષ હાસ્યથી મોટું કોઈ દાન નથી. કોઈના આંસુએ હરખમાં ફેરવવા એનાથી મોટી કોઈ વાત નથી.”પરિવારને મળેલી રૂ.૩.૫૦ કરોડની મદદનો હિસાબ જાહેર થયો હતો. રાઠોડના નિધન બાદ તેમના પરિવારને મળેલી આર્થિક મદદનો હિસાબ અગાઉ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ, વિલેજ બોય ટીમ અને ચંદન રાઠોડના પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.
તેમાં રૂ.૨.૯૬ કરોડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે અને રૂ.૫૩.૭૧ લાખ રોકડ સ્વરૂપે મળ્યા હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત વિદેશમાંથી ૧,૮૭૩ ડોલરની મદદ પણ મળી હોવાનું જણાવાયું હતું. જાહેર કરાયેલા હિસાબ મુજબ, મળેલી આર્થિક સહાયમાંથી પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અલગ-અલગ સભ્યોના નામે હ્લડ્ઢ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ચંદન રાઠોડના ભાઈના નામે રૂ.૧ કરોડ, પિતાના નામે રૂ.૪૦ લાખ અને પત્નીના નામે રૂ.૪૧ લાખની એફડી કરવાની વાત જણાવાઈ હતી. આ ઉપરાંત બંને બાળકોના નામે રૂ.૪૧-૪૧ લાખ અને ચંદનની બંને બહેનોના નામે રૂ.૧૧-૧૧ લાખની હ્લડ્ઢ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે, મળેલી રૂ.૫૩.૭૧ લાખની રોકડ રકમમાંથી ચંદન રાઠોડના પુત્રના નામે જમીન ખરીદવામાં આવશે. પરિવારની આર્થિક સુરક્ષા અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સહાયની રકમનો ઉપયોગ કરવામાં આવશે તેમ જણાવાયું હતું. સાથે જ ચંદન રાઠોડના પિતાના નામે રહેલો ઊઇ કોડ અને સ્કેનર બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. લોકોને હવે આ ઊઇ કોડ મારફતે કોઈપણ પ્રકારનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કરવા અપીલ કરવામાં આવી હતી. ચંદન રાઠોડના પરિવાર દ્વારા આર્થિક અને સામાજિક સહયોગ આપનાર ક્રિએટર્સ, સામાજિક આગેવાનો, અગ્રણીઓ અને કલાકારોનો આભાર માનવામાં આવ્યો હતો