
અમદાવાદના સરખેજમાં પાન પાર્લરની આડમાં હાઈબ્રિડ ગાંજાના વેચાણનું નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો..સરખેજ પોલીસે ૩૧ ગ્રામથી વધુ હાઈબ્રિડ ગાંજા સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. સિંધુભવનના રિચી રિચ પાન પાર્લરની આડમાં હાઈબ્રિડ ગાંજાનું વેચાણ થતું હોવાનો તપાસમાં ખુલાસો થયો. પોલીસે પાન પાર્લરના માલિકની સંડોવણીને લઈને તપાસ શરૂ કરી.
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીઓ ચંદ્રવીરસિંહ પવાર,ભદ્રવીરસિંહ ચૌહાણ, કુણાલ પટેલ અને રાજેશકુમાર દેવાંશીની હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કેસમાં સરખેજ પોલીસે ધરપકડ કરી છે.સરખેજ પોલીસની ટીમ રાત્રિના સમયે સિંધુભવન રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી.આ દરમિયાન તાજ હોટલ ચાર રસ્તા પાસે શંકાસ્પદ બાઈક અને ઇલેક્ટ્રીક વાહનને રોકી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વાહનમાંથી ૩૧ ગ્રામ ૬૧૦ મિલિગ્રામ હાઈબ્રિડ ગાંજા મળી આવ્યો હતો..પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી ચંદ્રવીરસિંહ પવાર અને ભદ્રવીરસિંહ ચૌહાણની અટકાયત કરીને પૂછપરછ કરતા કૃણાલ પટેલ અને રીચી રિચ પાન પાર્લર ના મેનેજર રાજેશ દેવાંશી નું નામ ખુલતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે.. આરોપીઓ પાન પાર્લર ની આડ માં હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે પાન પાર્લરની આડમાં ચાલતા હાઈબ્રિડ ગાંજાના કથિત નેટવર્કમાં કૃણાલ પટેલ અને રાજેશ દેવાંશીની ભૂમિકા સામે આવી છે.. આરોપી ચંદ્રવીર અને ભદ્રવીર કુણાલ પાસેથી હાઈબ્રિડ ગાંજા લઈને રાજેશ ને આપવા જઈ રહ્યા હતા. કુણાલ રાજેસ્થાનથી હાઇબ્રિડ ગાંજા લાવીને રીચી રિચ પાન પાર્લર નજીક વેચાણ કરતો હતો.
આ કેસમાં વધુ એક મહત્વની કડી સામે આવી છે.પોલીસે જે ઇલેક્ટ્રીક વાહન પકડ્યું છે, તે રિચિ રિચ પાન પાર્લરના માલિક ભાવિન ગજ્જરના ભાઈ અયાન ગજ્જરના નામે હોવાનું સામે આવ્યું છે.. એટલું જ નહીં કુણાલ ગજ્જર બંધુઓનો મિત્ર છે..જ્યારે રાજેશ તેમના પાન પાર્લરનો મેનેજર છે.. જેથી હવે પોલીસ પાન પાર્લર સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે. સરખેજ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા હાઈબ્રિડ ગાંજાના કથિત નેટવર્કમાં ચાર આરોપીની ધરપકડ કરી છે, જ્યારે વધુ એક આરોપી તૌફિકની શોધખોળ શરૂ કરી છે.. સાથે જ પોલીસે ગાંજાના સપ્લાય પાછળ કોણ છે અને આ નેટવર્ક અમદાવાદમાં ક્યા સુધી ફેલાયેલું છે તેની તપાસ શરૂ કરી છે.