વેજલપુર પોલીસ સ્ટેશન પીઆઈ જી.કે.વહુનીયાની ગોધરા ખાતે બદલી થતા ભવ્ય વિદાય આપી નવા પીઆઈનું સ્વાગત કરાયું

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ જી.કે.વહુનીયાની ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા તેઓને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. ખૂબ ટૂંકા સમયમા તેઓએ પોતાની આગવી શૈલી થી ગ્રામજનોમાં વિશ્ર્વાસ કેળવ્યો હતો સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા તેઓને શુભેચ્છા પાઠવી વિદાય આપી હતી. જ્યારે એલઆઈબી શાખા માંથી બદલી થઈ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આવેલા પીઆઈ એ ઓ ભરવાડનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.