બાબા રામદેવના મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની તુફાન જીપ અને બાઈક વચ્ચે : ૧૦ મુસાફરોને ઈજાઓ

લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની તપાસ.

મધ્યપ્રદેશ ખાતે બાબા રામદેવના મંદિરેથી દર્શન કરી પોતાના વતન પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની તુફાન જીપ અને એક મોટર સાયકલ વચ્ચે લીમખેડાના ખીરખાઈ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.જીપ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા જીપ રોડની – સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. જેમાં અંદર બેઠેલા દસથી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

પ્રાપ્ત વિગત અનુસાર ગત તારીખ ૩ સપ્ટેમ્બરના રોજ મોહનભાઈ મનસુખભાઈ દેવધા અને ગામના અન્ય સંબંધીઓ એક તુફાન ગાડી ભાડે કરીને મધ્યપ્રદેશ ખાતે આવેલ બાબા રામદેવના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. અને બપોરના સમય દર્શન કરી પરત ફરતી વખતે લીમખેડાના ખીરખાઈ ગામની પ્રાથમિક શાળા નજીક તુફાન ગાડીના ચાલક લાલાભાઈ નવલસિંહ ભાઈ બારીયા રહે. વટેડાનાઓએ પોતાના કબજાની તુફાન જીપ ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી એક મોટરસાયકલને જોશભેર ટક્કર મારી, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા તુફાન ગાડી રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં જીપમાં સવાર ૧૦ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા સરકારી દવાખાને અને ત્યાર બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોહનભાઈ મનસુખભાઈ દેવધાને જમણા પગથી ફેક્ચર, સુરતન ભાઈ મુનિયાને જમણા હાથે બાવળાના ભાગે ફેક્ચર અને માથામાં ઈજા, રમેશભાઈ રાળીયા ભાઈ રાવતને ડાબી બાજુની ચાર પાંસળીઓમાં ફ્રેક્ચર, નિરાલી બેન મુનિયાને માથાના ભાગે ઇજા, આ ઉપરાંત નરેશભાઈ ભુરીયા, રીંકુબેન ભુરીયા, મુકેશભાઈ પ્રતાપભાઈ રાવત, મુકેશભાઈ રતિલાલ બારીયા અને વિજય ભાઈ ભુરીયા સહિતના અન્ય મુસાફરો તથા સામેથી આવતા બાઈક ચાલકને પણ શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જીપ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જીભ રોડની સાઈડમાં પૂલટી ખાઈ ગઈ હતી જેમાં અંદર બેઠેલા ૧૦થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. અકસ્માત બાદ બંને પક્ષો વચ્ચે સમાધાનની વાત ચાલી રહી હતી પરંતુ લાંબા સમય સુધી કોઈ યોગ્ય સમાધાન ન થતા આખરે સુક્રમભાઈ દેવધાએ ગત તારીખ ૨૮-૯-૨૦૨૬ ના રોજ તુફાન ગાડીના ચાલક લાલાભાઈ નવલસિંહ બારીયા વિ‚દ્ધ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે માર્ગ અકસ્માત નો ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી.