દાહોદજિલ્લાનું આરોગ્ય ક્ષેત્રે વધુ ઉમેરાયો આજથી દાહોદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કાર્ડિયોલોજી (હૃદયરોગ) વિભાગની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. આ નવા વિભાગના શુભારંભથી હવે દાહોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હૃદયરોગના દર્દીઓને ઉત્તમ અને ત્વરિત સારવાર માટે મોટા શહેરો તરફ દોડવાની ને પરેશાનીમાંથી કાયમ માટે મુક્તિ મળશે સામાન્ય રીતે દાહોદ પંથકમાં હૃદયરોગના હુમલા (Heart Attack) के अन्य ગંભીર હાર્ટ પ્રોબ્લેમ્સના કિસ્સામાં અમદાવાદ જેવા મોટા શહેરોમાં ખસેડવા પડતા હતા. લાંબા અંતરની મુસાફરી અને સમયના અભાવે અનેકવાર દર્દીઓનું જીવન જોખમાતું હતું. પરંતુ હવે ઝાયડસ હોસ્પિટલમાં જ કાર્ડિયોલોજી વિભાગ શરૂ થવાથી ગોલ્ડન અવર (પ્રથમ કિંમતી કલાકો) માં જ દર્દીઓને લોકલ લેવલ પર ઝડપી સારવાર મળી રહેશે,જેનાથી અનેક કિંમતી જીવ બચાવી શકાશે. ઝાયડસ હોસ્પિટલના આ નવા વિભાગમાં હૃદયની બીમારીઓનું સચોટ નિદાન અને સારવાર માટે અત્યાધુનિક મશીનરી તથા મેડિકલ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ, અનુભવી અને નિષ્ણાત તબીબોની ટીમ દર્દીઓની સેવા માટે ઉપલબ્ધ રહેશે. આનાથી માત્ર સમય