
૧૩૩ વિધાનસભા વિસ્તાર હેઠળ આવતા ધાનપુર તાલુકામાં ગ્રામીણ અને મુખ્ય રસ્તાઓના નવીનીકરણ તથા મજબૂતીકરણ માટે ₹૩૨.૦૯ કરોડથી વધુના (રૂ. ૩૨૦૯.૯૮ લાખ) માતબર ખર્ચે કુલ ૨૮.૫૬ કિલોમીટર લાંબા ૧૭ જેટલા રસ્તાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો છે. આ પ્રોજેક્ટ્સથી ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોના ગ્રામજનોને આવાગમન માટે ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. આ અંતર્ગત હાથ ધરાનારા મુખ્ય કામોમાં અડાલઝરવડી થી મેઈન રોડથી ગાંધા ફળિયા સુધીના ૨.૩૦ કિમીના રસ્તા માટે સૌથી વધુ ₹૧૦ કરોડ (૧૦૦૦ લાખ) ની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં નવીન રસ્તો અને સ્ટ્રક્ચર (પુલિયા/નાળા) ની કામગીરી હાથ ધરાશે. ઉપરાંત હીરાપુર એપ્રોચ રોડ માટે ₹૩.૦૦ કરોડ (૩.૧૫ કિમી), નાનુ ઝાંઝુ ઝાબુ ખજુરી રોડ થી રોડ ફળિયા રોડ માટે ₹૨.૮૭ કરોડ (૨.૧૬ કિમી), સીમામોઈ કંજેટા ધીરપુર થી જૂની ગરબડી ફળિયા રોડ માટે ₹૨.૮૧ કરોડ (૨.૩૦ કિમી) અને પાનમ નિશાળ ફળિયા રોડ માટે ₹૨.૦૦ કરોડ (૧.૮ કિમી) નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ સિવાય ધાનપુર સંગાડા ટોળ ટુ હાંડીનાળા ફળિયા રોડ (₹૧૬૩.૮૫ લાખ), નાનસળુ પ્રા. શાળા રોડ (₹૧૯૦.૦૦ લાખ), બાબરોલીપુર પટેલ ફળિયા રોડ (₹૧૦૪.૦૦ લાખ), કુમઠ જાબાલ ગરબડી રોડ (₹૧૪૭.૫૦ લાખ), આંબલીયાત મહુડા ફળિયા ટોંછલી લુહારિયા ફળિયા રોડ (₹૧૨૫.૧૭ લાખ) તેમજ જાંબુસર, કણઝેટ, મનકાપોઈયા, કડછલા અને અન્ય ફળિયાના રસ્તાઓ સહિત કુલ ૧૭ જેટલા રસ્તાઓનો સમાવેશ થાય છે. આ તમામ રસ્તાઓના નિર્માણ માટે PMGSY-4 (પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના), ગ્રામીણ માર્ગ, VR-NP અને MDR જેવી અલગ-અલગ યોજનાઓ હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને શિવમ એમ. વાળા તથા રાજશ્રી કન્સ્ટ્રક્શન જેવી એજન્સીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ તમામ કામો પૂર્ણ થવાથી સ્થાનિક ગ્રામજનો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને માલસામાનની હેરફેર માટે મોટી રાહત મળશે અને ધાનપુર તાલુકાના આંતરિક વાહનવ્યવહાર તથા ગ્રાામીણ કનેક્ટિવિટીને ભારે વેગ મળશે.