
જી.પી. ધાનકા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં સામાજીક ઉત્તરદાયિત્વ અને માનવતાના મૂલ્યો કેળવાય તે હેતુથી અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શઆતમાં શાળાના આચાર્ય બાલકૃષ્ણ ચાપા ે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ અંગદાનનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, અંગદાન એ મહાદાન છે અને તેના દ્વારા અનેક જરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપી શકાય છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ધમુભાઈ પંચાલે વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં અંગદાન અંગે સમાજમાં રહેલી ગેર માન્યતાઓ દૂર કરવા અને જાગૃતિ કેળવવા પ્રેરક માર્ગદર્શન પૂં પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજની યુવા પેઢી જ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચા સંચાલન શાળાના સુપરવાઇઝર દેવેન્દ્રભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં અંગદાન પ્રત્યે જાગૃત રહેવા અને સમાજમાં તેનો સંદેશો ફેલાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.