ઝાલોદના પંચમુખી માડલેશ્વર મહાદેવ મંદિરે યોજાયું શિવજ્ઞાન સત્ર

પરમ પૂજ્ય ભૈયાજીના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક પ્રશ્નોનું માર્ગદર્શન અને નિરાકરણ; કુદરતી વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ લીધો લાભ.

ઝાલોદના પવિત્ર પંચમુખી માંડલેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે કુદરતી અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે Shiva Science Charitable Trust ઝિીતિં દ્વારા શિવજ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ભૈયાજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સત્રમાં આધ્યાત્મિક જીવન સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોના જવાબો, માર્ગદર્શન અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

સત્ર દરમિયાન ધાર્મિક વિધિઓ અને કર્મકાંડ, આધ્યાત્મિક વિકાસ, વાસ્તુશાસ્ત્ર, સાધના સત્ર, જીવનની સમસ્યાઓ તેમજ શારીરિક સમસ્યાઓ જેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને મારી સાધના કેમ સફળ નથી થતી?, આટલી બધી પૂજા કર્યા પછી પણ મને કેમ દુ:ખ છે? મારા પરિવારને કેમ તકલીફ પડી રહી છે? અને આધ્યાત્મમાં કેવી રીતે આગળ વધવું? જેવા પ્રશ્નો અંગે સમજ આપવામાં આવી હતી.

શિવજ્ઞાન સત્રમાં પ્રશ્નોત્તરી, ઉકેલો અને આશીર્વાદ દ્વારા ઉપસ્થિત લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંદિરના શાંત અને કુદરતી વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમથી ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં આધ્યાત્મિક ઉર્જા અને શાંતિનો અનુભવ જોવા મળ્યો હતો.