
આજરોજ તારીખ 24/11/2025 ના રોજ તમાકુ મુકત યુવા અભિયાન 3.0 અંતર્ગત ઉત્તર બુનિયાદી વિદ્યાલય કારઠ શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ જીલ્લા પંચાયત દાહોદ અંતર્ગત યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન દ્વારા થતા નુકસાન અંગે અનેCOTPA-2003ના કાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને રચનાત્મક પ્રવૃત્તિ કરાવવામાં આવી. રચનાત્મક પ્રવૃત્તિ દરમિયાન પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ આપવામાં આવેલ છે. તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ છે. આ કાર્યક્રમ દ્વારા શાળાને તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા જાહેર કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ રાઠોડ શૈલેષભાઈ તેમજ શાળાના આચાર્ય તથા શિક્ષક ગણ હાજર રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.