દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતના દિશા સૂચન હેઠળ ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે.
આ અંતર્ગત જીલ્લાના 87 પ્રાથમિક તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં હેલ્થ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પ માં કુલ 5704 લાભાર્થીઓ (3095 સ્ત્રીઓ અને 2609 પુરૂષો)એ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
મુખ્ય આરોગ્ય સેવાઓ અને તપાસ:
સગર્ભા મહિલાની તપાસ : 350
પી.એમ.જય એ.વાય. કાર્ડ બનાવ્યા : 277
જનરલ આરોગ્ય તપાસ : 1747
એન.સી.ડી. (ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે) તપાસ : 2470
સિકલ સેલ તપાસ : 282
ટી.બી. તપાસ : 192
રસીકરણ સેવા : 80
કેન્સર તપાસ : 624
આ હેલ્થ કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિમાં વધારો થયો છે. તેમજ લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત તબીબી સેવા તેમના ગામે જ મળી રહી છે.