ઉમરપુર પ્રા.શાળામાં પંચમહાલ પ્રભારી સચિવની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી

શહેરા તાલુકાના ઉમરપુર પ્રાથમિક શાળામાં પંચમહાલ જીલ્લા પ્રભારી સચિવ રાજેશ માંજુની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ અને ધોરણ-૫ ના મળી કુલ ૫૫ બાળકોને કુમકુમ તિલક કરી, શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો હતો.

સચિવ દ્વારા S.M.C. સભ્યો સાથે બેઠક કરી સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ત‚ણ મકવાણા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર શહેરા, સી.આર.સી. કો-ઓર્ડિનેટર, સરપંચ, S.M.C. સભ્યો, શાળા પરિવાર તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને