પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના રામેશરા ગામમાં મોડી રાત્રે અજાણ્યા યુવકોના ટોળાએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ૧૫થી વધુ યુવકો બાઇકો અને દંડા સાથે ગામમાં ઘૂસી આવ્યા હતા અને બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી બિભત્સ ગાળો બોલી હોબાળો મચાવ્યો હતો.
આ દરમિયાન બાઈક ગેંગના એક યુવકે પોતે જ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં યુવક દ્વારા રામેશરા ગામના લોકોને ઉશ્કેરણીજનક ભાષામાં ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી હતી. “તાકાત હોય તો ગામની ચોકડી પર આવીને બતાવો જેવા શબ્દો સાથે અપશબ્દો બોલાતા ગામમાં ભારે રોષ ફેલાયો હતો.
યુવકો દ્વારા ગામના અલગ-અલગ રસ્તાઓ પર બાઇકો ફેરવીને પણ વીડિયો બનાવવામાં આવ્યા હતા અને અશ્લીલ તથા બિભત્સ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ગામના અગ્રણીઓ દ્વારા હાલોલ રલ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી હાલોલ રલ પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે તપાસ શ કરી હતી. તપાસ દરમિયાન સંડોવાયેલા યુવકોની ઓળખ કરી પોલીસે ૮ યુવકોને રાઉન્ડ અપ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ઝડપી પાડેલા આરોપીઓનું રામેશરા ગામમાં સરઘસ પણ કાઢ્યું હતું. જે સ્થળોએ રાત્રિના સમયે આ અસામાજીક તત્વોએ બાઇકો ફેરવી ગામના લોકોને અપશબ્દો બોલી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, તે જ વિસ્તારોમાં પોલીસે આરોપીઓને લઈ જઈ જાહેરમાં કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
આરોપીઓનું સરઘસ જોવા માટે ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. રામેશરા ગામના બજાર વિસ્તારમાં જાણે મેળો લાગ્યો હોય તેવું દૃશ્ય સર્જાયું હતું. હજારોની સંખ્યામાં લોકો આરોપીઓને જોવા ઉમટી પડ્યા હતા. કેટલાક લોકો તો ધાબાઓ અને પાણીની ટાંકીઓ પર ચડીને પણ સમગ્ર ઘટનાક્રમ નિહાળતા જોવા મળ્યા હતા.
ગામમાં ગાળો બોલી ખુલ્લી ચેલેન્જ આપનાર ટીખળખોરો પોલીસ કસ્ટડીમાં નીચા મોઢે લોકોની વચ્ચે માંથી પસાર થતા જોવા મળ્યા હતા. હાલોલ રલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.