ભારતે બાંગ્લાદેશી નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કર્યા, નવા હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીની જાહેરાત

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દૃરમિયાન ભારત અને બાંગ્લાદૃેશ વચ્ચેના સંબંધો નીચલા સ્તરે પહોંચી ગયા હતા

ભારત સરકારે બાંગ્લાદેશી નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કર્યા છે. આ જાહેરાત બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ કરી હતી. શેખ હસીના સરકારના પતન પછી છેલ્લા બે વર્ષથી આ વિઝા સ્થગિત કરવામાં આવ્યા હતા. જાકે, બાંગ્લાદેશી નાગરિકો મેડિકલ વિઝા પર ભારતની મુસાફરી કરતા હતા. આને ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં સુધારા તરીકે જાવામાં આવી રહ્યું છે. અગાઉ, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો નીચલા સ્તરે પહોંચી ગયા હતા.

ઢાકામાં ભારતના નવા હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ ગુરુવારે જમુના ફ્યુચર પાર્કમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રમાં જણાવ્યું હતું કે, “મને સામાન્ય મુસાફરી વિઝા ફરી શરૂ કરવાની જાહેરાત કરતાં આનંદ થાય છે. ૨૮ જૂનથી વિઝા અરજીઓ સ્વીકારવામાં આવશે. માનવતાવાદી ધોરણે જરૂરી મેડિકલ વિઝા પહેલાની જેમ જ જારી કરવામાં આવશે.” તેમણે જણાવ્યું હતું કે દેશભરના પાંચ કેન્દ્રો – ઢાકા, રાજશાહી, ચિત્તાગોંગ, સિલહટ અને ખુલના – પરથી વિઝા જારી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ સેવાઓનો વધુ વિસ્તાર કરવામાં આવશે.

મને જનરલ ટ્રાવેલ વિઝા ફરી શરૂ કરવાની જાહેરાત કરતાં આનંદ થાય છે. ૨૮ જૂનથી વિઝા અરજીઓ સ્વીકારવામાં આવશે. માનવતાવાદી ધોરણે જરૂરી મેડિકલ વિઝા પહેલાની જેમ જ જારી કરવામાં આવશે.

દિનેશ ત્રિવેદીએ તાજેતરમાં બાંગ્લાદેશના રાષ્ટÙપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હાઈ કમિશનર તરીકે પોતાના ઓળખપત્રો રજૂ કર્યા. તેમને સત્તાવાર રીતે બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, આ પદ પ્રણય વર્મા સંભાળતા હતા. તેઓ હવે બેલ્જીયમ અને યુરોપિયન યુનિયનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપે છે.

બાંગ્લાદેશી મીડિયા અહેવાલો અનુસાર, ભારત સરકારે બાંગ્લાદેશમાં નવા ભારતીય હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીને કેન્દ્રીય કેબિનેટ મંત્રીનો દરજ્જા આપ્યો છે. અહેવાલ મુજબ, આ માહિતી બુધવારે (૨૪ જૂન, ૨૦૨૬) ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જાહેર સલામતી વિભાગ દ્વારા જારી કરાયેલા ઓફિસ મેમોરેન્ડમમાં પૂરી પાડવામાં આવી હતી. મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ‘ટેબલ ઓફ પ્રિસિડન્સ’ (પ્રિસિડન્સનો ક્રમ) માં ઔપચારિક ફેરફાર કર્યા વિના, બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર શ્રી દિનેશ ત્રિવેદીને કેન્દ્રીય કેબિનેટ મંત્રીનો દરજ્જા આપવામાં આવ્યો છે.