એએમસીમાં નવી કમિટીઓની જાહેરાત: વોટર સપ્લાયમાં ધરમશી દેસાઈ, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં જૈનિક વકીલ ચેરમેન બન્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ મહત્વની કમિટીઓ માટે નવા ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય સભા પૂર્વે યોજાયેલી સત્તાધારી પક્ષની બેઠકમાં વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોના નામને મંજૂરી આપવામાં આવી હતી. આ નવી નિમણૂકો સાથે શહેરના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ વખતે વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે બોડકદૃેવના ધરમશી દૃેસાઈની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની જવાબદારી પાલડીના જૈનિક વકીલને સોંપવામાં આવી છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં નિકોલના દૃીપક પંચાલ, ટાઉન એન્ડ પ્લાિંનગ કમિટીમાં જોધપુરના ભાગ્યેશ પટેલ અને રિક્રિએશનલ એન્ડ હેરિટેજ કમિટીમાં સ્ટેડિયમ વોર્ડના જીતેન્દ્ર ખચરિયાને ચેરમેન બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત લીગલ કમિટીમાં નરોડાના વિપુલ પટેલ, રેવન્યુ કમિટીમાં વિરાટનગરના મુકેશ પટેલ, હોસ્પિટલ કમિટીમાં ડૉ. ચાંદૃની પટેલ, મટીરિયલ મેનેજમેન્ટ કમિટીમાં હિતેન્દ્ર પરમાર, હાઉિંસગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ કમિટીમાં દર્શન શાહ તથા મહિલા અને બાળ વિકાસ કમિટીમાં ડિમ્પલબેન વરદાયનીને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય સભા દરમિયાન એએમટીએસ કમિટીના સભ્યો તેમજ છસ્ઝ્રની ૧૧ પેટા કમિટીઓના સભ્યોની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી હતી. ઉપરાંત વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ માટે પાંચ સભ્યો અને વેટરનરી હોસ્પિટલ માટે બે સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે.

નવા ચેરમેન: વોટર સપ્લાય કમિટી: ધરમશી દૃેસાઈ,રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી: જૈનિક વકીલ,હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ: દૃીપક પંચાલ,ટાઉન એન્ડ પ્લાિંનગ કમિટી: ભાગ્યેશ પટેલ,રિક્રિએશનલ એન્ડ હેરિટેજ કમિટી: જીતેન્દ્ર ખચરિયા,લીગલ કમિટી: વિપુલ પટેલ,રેવન્યુ કમિટી: મુકેશ પટેલ,હોસ્પિટલ કમિટી: ડૉ. ચાંદની પટેલ,મટીરિયલ મેનેજમેન્ટ કમિટી: હિતેન્દ્ર પરમાર,હાઉિંસગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ કમિટી: દર્શન શાહ,મહિલા અને બાળ વિકાસ કમિટી: ડિમ્પલબેન વરદૃાયની નવી કમિટીઓ આગામી કાર્યકાળ દરમિયાન પાણી પુરવઠો, માર્ગો, આરોગ્ય, કચરા વ્યવસ્થાપન, ટાઉન પ્લાિંનગ અને નાગરિક સુવિધાઓ જેવા મહત્વના ક્ષેત્રોમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

મનપાની વિવિધ મહત્વની કમિટીઓના ચેરમેનોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેની સાથે જ વિરોધ પક્ષ કોંગ્રેસે સભામાં જોરદૃાર હોબાળો મચાવ્યો હતો. શાસક પક્ષ ભાજપ દ્વારા એક પણ કમિટીમાં કોંગ્રેસના સભ્યોને સ્થાન ન અપાતા વિપક્ષી કોર્પોરેટરોએ ગૃહના લોર પર આવીને ’સંવિધાનની હત્યા બંધ કરો’ અને ’ભાજપ દ્રોહ’ના નારા લગાવ્યા હતા.

દરિયાપુરના કાઉન્સિલર નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની જનતાના નામે ભારતીય જનતા પાર્ટીએ ગુનો કર્યો છે. અમદૃાવાદૃ શહેરની જનતાના પ્રાણ પ્રશ્ર્નોને શાસક પક્ષ ઘોળીને પી જાય છે. જનતા તો ત્રસ્ત થતી હોય, લોકો પરેશાન થતા હોય, તેમના પ્રશ્ર્નોને ઉઠાવવા માટે મજબૂત કામ વિપક્ષ કરે છે તેમ છતાંય અમદાવાદ શહેરની મહત્ત્વની ૧૭ કમિટીની અંદર એક પણ નામ કોંગ્રેસના લીધા નથી. બધી કમિટીમાંથી કોંગ્રેસના નામ કાઢવામાં આવ્યા છે અને વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી, જે ખૂબ જ િંનદનીય બાબત છે.