મોદી સરકાર નાગરિકતાના પુરાવા તરીકે પોતાના જ મુખ્ય ઓળખ દસ્તાવેજાને અમાન્ય કરી રહી છે.

ભારતીય નાગરિકતા સંબંધિત દસ્તાવેજોના વિવાદૃ પર કોંગ્રેસે મોદૃી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો

નાગરિકતાના પુરાવા તરીકે એકમાત્ર ભારતીય પાસપોર્ટ સ્વીકારવામાં આવશે નહીં તેવા વિદેશ મંત્રાલયના નિવેદન બાદ, કોંગ્રેસ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદમાં કૂદી પડી. જોકે, શાસક ભાજપે વિપક્ષી પાર્ટીને યોગ્ય જવાબ આપ્યો છે.

કોંગ્રેસના સાંસદ અને સીડબ્લ્યુસી સભ્ય સૈયદ નસીર હુસૈને ભારતીય નાગરિકતા સંબંધિત દસ્તાવેજા અંગેના અખબારના અહેવાલને શેર કરીને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભા સાંસદે એકસ પર મોદી સરકાર પર આરોપ લગાવતા લખ્યું, “મોદી સરકાર નાગરિકતાના પુરાવા તરીકે પોતાના જ મુખ્ય ઓળખ દસ્તાવેજાને અમાન્ય કરી રહી છે. આધાર નહીં. પાન કાર્ડ નહીં… મતદાર આઇડી નહીં, ભારતીય પાસપોર્ટ નહીં. ભારત સરકારના વિદેશ મંત્રાલયે જવાબ આપવો જાઈએ. જા ભારતીય પાસપોર્ટ આવું ન કરે, તો બીજા કયો દસ્તાવેજ કરી શકે છે?”

ભાજપના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે મોદી સરકાર સામે કોંગ્રેસના આરોપોનો જારદાર જવાબ આપ્યો છે. તેમણે રાષ્ટÙીય નાગરિક રજિસ્ટરનો ઉલ્લેખ કરીને પાર્ટીના દુખાવાને સ્પર્શવાનો પ્રયાસ કર્યો. તો પછી વાંધો લીધા વિના એનઆરસી સ્વીકારો…તમારી પાસે ફક્ત એક જ દસ્તાવેજ હશે. પછી તમે કહેશો કે તમે કાગળો બતાવશો નહીં. ખરેખર, ૧૪મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાસપોર્ટ “મુખ્યત્વે એક મુસાફરી દસ્તાવેજ” છે અને ભારતીય નાગરિકતાનો પુરાવો નથી.નાગરિકતા અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પર ચાલી રહેલી ચર્ચાને કારણે આ એક નવો મુદ્દો બન્યો.આ પછી, સરકારે પાસપોર્ટ અધિનિયમ, ૧૯૬૭ ની કલમ ૨૦ હેઠળ સ્પષ્ટતા જારી કરી, જેમાં બિન-નાગરિકોને પણ પાસપોર્ટ જારી કરવાની જાગવાઈ છે.

રાષ્ટય નાગરિક રજિસ્ટર શું છે?એનસીઆર મૂળભૂત રીતે ભારતના કાયદેસર નાગરિકોનું સત્તાવાર રજિસ્ટર છે. તેમાં ભારતીય નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ હેઠળ ભારતીય નાગરિકતા ધરાવવા માટે લાયક તમામ લોકોની વસ્તી વિષયક માહિતી શામેલ છે. આ રજિસ્ટર સૌપ્રથમ ૧૯૫૧ ની વસ્તી ગણતરી પછી તરત જ તૈયાર કરવામાં આવ્યું હતું. આસામ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં અપડેટેડ એનસીઆર હવે તૈયાર છે.