દે.બારીયા શહેરની તાલુકા કુમાર શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

દે.બારીયા શહેરની જુનામાં જુની એટલે સને ૧૮૬૦ની સ્થાપના દિવસની તાલુકા કુમાર પ્રા.શાળામાં તા.૨૫/૦૬/૨૦૨૬નો ક્ધયા કેળવણી અને પ્રવેશોત્સવનો સવારે ૧૦.૦૦ કલાકે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાડીમાં ચાર અને પ્રા.શાળામાં છ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સરકારશ્રીનો મુખ્ય હેતુ છે કે, ક્ધયા કેળવણી અને પ્રવેશોત્સવ યોજીને મેકસીમમ બાળકીને શાળામાં પ્રવેશ આપી. મૌખિક અધિકારથી એટલે અભ્યાસથી વંચિત ના રહે તેવા ઉમદા હેતુ સાથે આપણી ગરવી ગુજરાતની રાજ્યની સંવેદન અને ગતિશીલ પ્રગતિશીલ સરકાર એક દાયકાથી આવી પ્રવેશોત્સવો યોજી અને જીલ્લા-તાલુકાઓ અને ગ્રામ્ય લેવલે કરીને શિક્ષણ આપવા માટે ભગીરથ પ્રયત્નો કરી રહી છે. તેના અનુસંધાને શહેરની તાલુકા કુમાર શાળામાં ગુ‚વારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે એક પ્રવેશોત્સવનો પ્રોગ્રામ રાખી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે દિવ્ય પ્રાગટય કરીને શ‚ કરાયો હતો. ત્યારબાદ કેયુરભાઈના હસ્તે પ્રવેશ લેનારા બાળકોને કુમકુમ તિકલ કરી શૈક્ષણિક કીટ અને ચોકલેટ આપી આવકાર્યા હતા. જ્યારે પૂર્વ પ્રિન્સીપાલ શ્રીમતિ નૈનાબેન જેઓ હાલમાં રીટાયર્ડ થયા હતા. તેમને હાલના નવા નિમાયેલા પ્રિન્સીપાલ દલપતભાઈ ખાંટના દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. શાળાના બાળકો તથા વાલીઓ, એસ.એમ.સી.ના સભ્યો, મધ્યાહન ભોજન સંચાલિક શ્રીમતિ બાલવાણી તથા સ્ટાફ હાજર રહ્યા હતા. તયારબાદ આભારવિધી શાળાના શિક્ષક અલ્પેશકુમાર દ્વારા કરાઈ હતી.