લીમખેડાના દુધિયા ગામે મેઈન બજારમાં આવેલ ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીના બે સભાસદો, એક કલેક્શન ક્લાર્ક સહિત કુલ ચાર જણાએ ભેગા મળી મંડળીના નીતિ નિયમોનો ભંગ કરી પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી ખોટા હિસાબો, ખોટી એન્ટ્રીઓ બનાવટી દસ્તાવેજો અને બોગસ બેક સ્ટેટમેન્ટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી મંડળીના ઓડિટ વર્ષ ૨૦૨૪/૨૫માં રૂપિયા ૧,૩૩,૩૦, ૧૦૨/-જેટલી માતબર રકમની ઉચાપત કરી ઘી ઉન્નતી સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી.લિ ના સભાસદોની મુકેલ થાપણ પોતાના અંગત વપરાશમાં લઈ મંડળી સાથે વિશ્વાસઘાત કરી મંડળીને મોટું આર્થિક નુકસાન પહોંચાડયાનુ જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડાના દુધિયા ગામ મેઈન બજારમાં રહેતા રાજેન્દ્રકુમાર માધવલાલ ચૌહાણ (દરજી), દુધિયા અમીન ફળિયામાં રહેતા ભાસ્કરભાઈ કિશનલાલ ચૌહાણ (કલેક્શન ક્લાક), દુધિયા મેન બજારના મૂળ રહેવાસી અને હાલ ઈન્દોર ખાતે રહેતા સભાસદ ધર્મેન્દ્રકુમાર અમૃતલાલ જયસ્વાલ તથા દિવ્યાબેન ધર્મેન્દ્રભાઈ જયસ્વાલ એમ ચારે જણાએ ભેગા મળી તારીખ ૧-૪-૨૦૨૪ થી તારીખ ૩૧-૩-૨૦૨૫ સુધીમાં કોઈપણ સમયે દુધિયા ગામે આવેલ ધી ઉન્નતી સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી લી. માં મંડળીના ઓડિટ વર્ષ ૨૦૨૪/૨૫ માં પોતાની સત્તાનો દુરૂપયોગ કરી ખોટા હિસાબો, ખોટી એન્ટ્રીઓ, બનાવટી દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઠગાઈ કરી હતી. વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રૂપિયા ૧,૩૩,૩૦, ૧૦૨/-ની કાયદેસર ઉચાપત કરી ધી ઉન્નતી સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી લિ. ત્યાંના સભાસદોની મુકેલ થાપણો પોતાના અંગત વપરાશમાં લઈ મંડળીને મોટું આર્થિક નુકસાન પહોંચાડી મંડળી સાથે વિશ્વાસઘાત કર્યાનું સામે આવતાં દુધિયા ગામે મેઈન બજારમાં રહેતા ૭૦ વર્ષીય ભરતભાઈ જશભાઈ પટેલે આ સંબંધે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે આ મામલે ઉપરોક્ત બે સભાસદ, એક કલેક્શન ક્લાર્ક સહિત ચાર જણા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૨) હાથ ધરી છે.