ફતેપુરા તાલુકાના ઘુઘસ રોડ પર ખુલ્લા મેદાનમાં આવેલ બાવળના ઝાડ નીચે રાત્રિના સમયે ગંજીફાથી પિયા વડે હારજીતના જુગાર પર ફતેપુરા પોલીસે ઓચિંતો છાપો મારી ચાર જુગારીયાઓને રોકડ તેમજ ચાર જેટલા મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૭૧,૨૦૦/-ના મુદ્દા માલ સાથે પકડી પાડ્યાનું તેમજ અન્ય ત્રણ જુગારીયા પોલીસને ચકમો આપી નાસી છૂટ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં નીકળેલ ફતેપુરા પોલીસને બાતમી મળી હતી કે, કાળીયા વલુંડા ગામે ઘુઘસ રોડ પર જયંતીભાઈ કાળુભાઈ બરજોડ ના ખાનની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં બાવળના ઝાડ નીચે કેટલાક ઈસમો ગંજીફા પર પિયા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીને આધારે ફતેપુરા પોલીસે રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે બાતમી મા બતાવેલ જગ્યા પર જુગાર રમતા જુગારીયાઓમાં ભારે નાશભાગ મચી જવા પામી હતી તેમ સુમારે બાતમીમાં દર્શાવેલ સ્થળે પહોંચી તે વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી ઓચિંતો છાપો મારતા પોલીસે જુગાર રમી રહેલા મોટી નાદુકણ ગામના પટેલ ફળિયામાં રહેતા સતિષભાઈ હરિશભાઈ પટેલ (કલાલ), ફતેપુરા ઉખરેલી રોડ પર રહેતા પ્રતીકકુમાર પ્રવીણભાઈ પટેલ (કલાલ), ફતેપુરા ઘુઘસ રોડ પર રહેતા મિતેશકુમાર ભરતભાઈ કલાલ, તથા વલુંડા ગામે ઘુઘસ રોડ પર રહેતા હિતેશભાઈ જયંતીભાઈ બરજોડને પકડી પાડી અંગ જડતીના તેમજ દાવ પરના મળી કુલ પિયા ૧૬,૨૦૦/-ની રોકડ, પત્તાની કેટ, ટોર્ચ લાઈટ, તથા રૂપિયા ૧,૫૫,૦૦૦/-ની કુલ કિંમત ના મોબાઈલ ફોન નંગ-૪ મળી કુલ પિયા ૧,૭૧,૨૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધો હતો જ્યારે જુગાર રમી રહેલા વલુંડા ગામના હરીજન ફળિયામાં રહેતા રાહુલભાઈ જશુભાઈ હરિજન, ફતેપુરા ઝાલોદ રોડ પર રહેતા મેહુલભાઈ પોપટભાઈ કલાલ તથા ભૂતખેડી ગામના મનહરસિંહ વેચાત સિંહ કટારા એમ ત્રણેય જણાં પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા હતા.
આ સંબંધે પોલીસે પકડાયેલા ઉપરોક્ત ચાર જણા તેમજ નાસી ગયેલા ત્રણ સહિત કુલ સાત જણા વિરૂદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.