સુરત ઝવેરી બજારમાં ૬૦૦ કરોડનો બિન હિસાબી વેપાર,૧૮ કરોડની જીએસટી ચોરી

સુરતના ઝવેરી બજારમાં જીએસટી ચોરીનો મોટો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં અંદાજે ૫૭૫-૬૦૦ કરોડના બિનહિસાબી વેપાર દ્વારા ૧૭-૧૮ કરોડની જીએસટી ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના સુરતના ઝવેરી વેપારીઓમાં ભારે ફફડાટ મચાવી રહી છે અને તેને શહેરના ઝવેરી બજારમાં અત્યાર સુધીની સૌથી મોટી ટેક્સ ચોરીના કિસ્સાઓમાં ગણવામાં આવી રહી છે.ડાયરેક્ટરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની સુરત ઝોનલ યુનિટે બાતમીના આધારે ચોકસી બજારમાં આવેલી એક નાનકડી ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ દરોડા દરમિયાન યતીનકુમાર સુમતીલાલ શાહ (ઉર્ફે યતીન શાહ),પ્રોપ્રાઇટર ઓફ સુમિત સિલ્વર સામે આવ્યા હતા.તપાસમાં ખુલાસો થયો કે છેલ્લા ત્રણ વર્ષમાં આ વેપારીએ ૬૦૦ કરોડથી વધુના ચાંદૃીના બુલિયન અને ફિનિશ્ડ આર્ટિકલ્સ (દાગીના)નો બિલ વગરનો, રોકડ આધારિત વેપાર કર્યો હતો. આમાંથી મોટા ભાગના વ્યવહારો લાલ ડાયરીઓમાં જ ‘કાચા ‚પમાં નોંધાયા હતા, જેમાં કોઈ અધિકૃત એકાઉન્ટિંગ સિસ્ટમ કે જીએસટી રજિસ્ટ્રેશનનો ઉપયોગ થયો નહોતો.પ્રાથમિક તપાસ અનુસાર, ચાંદૃી પર લાગુ ૩% જીએસટીને ધ્યાનમાં રાખતાં આશરે ?૧૭-૧૮ કરોડની જીએસટી ચોરી થઈ છે. આ કૌભાંડને કારણે ડ્ઢય્ય્ૈંએ યતીન શાહની જીએસટી એક્ટની કલમ ૬૯ હેઠળ ધરપકડ કરી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદૃ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દૃેવામાં આવ્યા છે.

તપાસ દૃરમિયાન મળેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટામાંથી સંકેત મળ્યા છે કે આ બિનહિસાબી વેપારમાં સુરતના ચાર નામાંકિત જ્વેલર્સની સંડોવણી હોઈ શકે છે. આ વેપારીઓએ મોટા પાયે ચાંદૃી અને સોનાના દાગીના બિલ વગર વેચાણ કર્યા હોવાની શંકા છે.ડીજીજીઆઇના અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહીમાં મોટા જ્વેલર્સ સાથેના કનેક્શનની પણ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.

જીએસટી વિભાગની કાર્યવાહી બાદ હવે ઇક્ધમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ આ મામલે સક્રિય થઈ ગયું છે. આઈટી વિભાગ છેલ્લા ત્રણ વર્ષના ટેક્સ રિટર્નની ચકાસણી કરશે અને આરોપી જ્વેલર્સને નોટિસ પાઠવશે.વધુમાં, જે ગ્રાહકોએ બિલ વગર સોનું-ચાંદૃી ખરીદ્યું હોય, તેઓ પણ આઈટીના રડારમાં આવી ગયા છે. આવા વ્યવહારોમાં અનડિસ્ક્લોઝ્ડ ઇક્ધમની શંકા હોવાથી તપાસ વધુ વિસ્તારશે.આ ઘટનાએ સુરતના ઝવેરી બજારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.