સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી, ૬.૧૮ કરોડનો હાઈબ્રીડ ગાંજો જપ્ત, મહિલા સહિત બે આરોપીઓ ઝડપાયા

સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી થાઈલેન્ડના બેંગકોકથી આવેલા પેસેન્જરો પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ૬.૧૮ કરોડની કિંમતનો હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં એક મહિલા સહિત કુલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના ત્યારે બની જ્યારે બેંગકોકથી આવતી લાઈટ સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ. ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડીઆરઆઇ, કસ્ટમ્સ, સીઆઇએસએફ અને ડુમસ પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.પોલીસે આરોપીઓની ચાર ટ્રોલી બેગની તપાસ કરતાં ગુપ્ત ખાનામાંથી ૧૬ પેકેટમાં કુલ ૧૭.૬૫ કિલો હાઈબ્રીડ ગાંજો મળ્યો આ ગાંજો ખાસ પદ્ધતિથી છુપાવવામાં આવ્યો હતો, જેથી સ્કેનરમાં પકડાય નહીં. હાઈબ્રીડ ગાંજો હાઈડ્રોપોનિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે, જે સામાન્ય ગાંજા કરતાં વધુ પોટન્ટ અને મોંઘો હોય છે.આરોપીઓની પૂછપરછમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના કનેક્શન સામે આવી રહ્યા છે. બેંગકોકથી આ ડ્રગ્સની હેરાફેરીનો નવો રૂટ બની રહ્યો છે.”આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ૬.૧૮ કરોડથી વધુ છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.