ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં વધારો થયો

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો પારો નીચે આવી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આ સિસ્ટમને લીધે ડિસેમ્બરના મય ભાગમાં સામાન્ય કરતાં ઓછી કડકડતી ઠંડી પડી હતી, પરંતુ હવે ફરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની અપેક્ષા છે.

મય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે, આગામી દિવસોમાં આ બંને શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૫થી ૧૬ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. તાપમાનમાં આ વધારાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે અનુભવાતી કડકડતી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે.

જોકે, ડિસેમ્બરના મયમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ વાતાવરણમાં સર્જાયેલી આ સિસ્ટમને કારણે લોકોને થોડા દિવસો માટે ઠંડીથી આંશિક રાહત મળી હતી. આ ફેરફાર પછી ફરીથી ઠંડી વધવાની શક્યતા પર હવામાન નિષ્ણાતોની નજર છે.હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી ત્રણ દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બનશે.