
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ૧૧ ઓગસ્ટની રાત્રે બનેલી ગંભીર ઘટનામાં છત પરથી નીચે ફેંકાયેલા ૪૦ વર્ષીય બ્રિજવિહારીિંસગનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શરૂ આતમાં મારામારી અને ગંભીર ઇજાના બનાવ તરીકે નોંધાયેલી ફરિયાદૃમાં ઇજાગ્રસ્તનું મોત થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. પોલીસે મૃતકના સાઢુ અમરેન્દ્રિંસહ મહેન્દ્રિંસહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ઉત્તર પ્રદૃેશના કુશીનગર જિલ્લાના વતની બ્રિજવિહારીિંસગ પરિવાર સાથે શાપર-વેરાવળના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા હતા અને શ્રીરામ ફેબ્રિકેશનમાં મજૂરી કામ કરતા હતા. ૧૧ ઓગસ્ટે રાત્રે આશરે ૧૦.૩૦ વાગ્યે તેઓ પત્ની સંજુ અને બાળકો સાથે ઓરડીમાં હતા. દરમિયાન સંજુની બહેન શીતલનો પુત્ર હિતેશિંસગ ત્યાં આવ્યો હતો અને તેના પિતા અમરેન્દ્રિંસહ ગુસ્સામાં હોવાનું જણાવ્યું હતું. થોડા સમય બાદ અમરેન્દ્રિંસહ ત્યાં પહોંચ્યો હતો અને પોતાના પુત્રને અહીં કેમ રાખ્યો છે તે મુદ્દે સંજુ અને બ્રિજવિહારીિંસગ સાથે બોલાચાલી શ કરી હતી. બ્રિજવિહારીિંસગે ઝઘડો ન કરવા કહેતાં અમરેન્દ્રિંસહ ઉશ્કેરાઈ ગયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. આરોપીએ બ્રિજવિહારીિંસગને ઢીકાપાટુનો માર માર્યો હતો. દૃરમિયાન પતિને બચાવવા વચ્ચે પડેલી સંજુને પણ ધક્કો મારી નીચે પછાડી દૃીધી હતી.
ત્યારબાદૃ અમરેન્દ્રિંસહે બ્રિજવિહારીિંસગને માર મારતાં મારતાં છતની દૃીવાલ પાસે લઈ જઈ નીચે જમીન પર ફેંકી દૃીધા હતા. ઘટનાને પગલે આરોપી ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ સંજુ અને બાળકોની બૂમાબૂમથી આસપાસના લોકો દૃોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બ્રિજવિહારીિંસગને પ્રથમ શાપર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્ની સંજુની ફરિયાદના આધારે શાપર-વેરાવળ પોલીસે શઆતમાં મ્દ્ગજીની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બ્રિજવિહારીિંસગનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે મ્દ્ગજીની કલમ ૧૦૩(૧)નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે.
શાપર-વેરાવળ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની પત્ની સંજુ પણ કારખાનામાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે અને દપતીને બે પુત્રો છે. આરોપી અમરેન્દ્રિંસહને પોલીસે ઝડપી લીધો છે. બનાવ પાછળનું ચોક્કસ કારણ, ઝઘડાની પરિસ્થિતિ અને ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.