શહેરા વાધજીપુરનો ૩૮ વર્ષીય યુવાન રસુલપુર ગામે ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

શહેરા તાલુકાના વાધજીપુર ગામે રહેતા ૩૮ વર્ષીય યુવાન ધરેથી કહ્યા વગર બાઈક લઈને નિકળ્યો હતો અને મોરવા (હ)ના રસુલપુર ગામે નદી કિનારે ઝાડની ડાળીએ દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવ્યું.

શહેરા તાલુકાના વાધજીપુર ગામે ધડીયા ફળીયામાં રહેતા રમેશભાઈ પર્વતભાઈ બારીયા પોતાના ધરેથી ૨૮ સપ્ટેમ્બરના રોજ બાઇક લઈને કહ્યા વગર નિકળી ગયેલ હતો અને મોરવા(હ)ના રસુલપુર ગામે નાગધરી ફળીયા પાસે નદી કિનારે કોઈ અગમ્યકારણોસર આંબલીના ઝાડની ડાળીએ દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવી નાખેલ હોય આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.