મોરવા(હ)ના કુવાઝર ગામની મહિલાના બેંક એકાઉન્ટ માંથી ૧ લાખ ઉપાડી લઈ છેતરપિંડી કરાઈ

મોરવા(હ)ના કુવાઝર ગામે રહેતા ફરિયાદીના બીઓબી બેંક સંતરોડ શાખાના એકાઉન્ટ માંથી કોઈ અજાણ્યા ઈસમે ૧,૦૦,૦૦૦/-‚પીયા ઉપાડી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

મોરવા(હ)ના કુવાઝર ગામે રહેતા મીનાબેન હિતેશભાઈ નાયકાના સંતરોડ બીઓબી બેંકના એકાઉન્ટમાં એકાઉન્ટ ધરાવતા હોય અને તા.૨૮ સપ્ટેમ્બરના રોજ કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીના બેંક એકાઉન્ટ માંથી રૂ.૧,૦૦,૦૦૦/- ઓન લાઈન ઉપાડી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.